અંશુલાએ સ્પષ્ટ કર્યું કે તે સલમાન ખાનના ‘બિગ બૉસ’ શોમાં ક્યારેય ભાગ નહીં લે
અંશુલા કપૂર
અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂરે ‘ધ ટ્રેટર્સ’ શોમાં ભાગ લઈને બધાને ઇમ્પ્રેસ કર્યા છે. ‘ધ ટ્રેટર્સ’ બાદ અંશુલાએ સ્પષ્ટ કર્યું કે તે સલમાન ખાનના ‘બિગ બૉસ’ શોમાં ક્યારેય ભાગ નહીં લે. એક ઇન્ટરવ્યુમાં અંશુલાએ ‘બિગ બૉસ’ વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં કહ્યું કે તેને ‘બિગ બૉસ’નું ફૉર્મેટ નથી ગમતું અને તે હજી એના માટે તૈયાર નથી.
અંશુલાએ પોતાના ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે ‘ધ ટ્રેટર્સ’ ‘બિગ બૉસ’ નથી. ‘ધ ટ્રેટર્સ’નો મૂળ ખ્યાલ જુઓ તો એ ‘બિગ બૉસ’થી અલગ છે. આ એક મનોવૈજ્ઞાનિક શો છે. હું ‘બિગ બૉસ’ જોતી નથી, તેથી મને ખબર નથી એ કેવો છે. જોકે હું જાણું છું કે હું હજી એના માટે તૈયાર નથી. મને નથી લાગતું કે હું એ માહોલમાં મજા લઈ શકું. મને નથી લાગતું ‘બિગ બૉસ’ એક ગેમ-શો છે.’

