ધી ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરમાં શીર્ષક ભૂમિકા ભજવનારા અનુપમ ખેર કહે છે...
ફિલ્મ ‘ધી ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’માં ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહની ભૂમિકા ભજવનારા ઍક્ટર અનુપમ ખેર
ફિલ્મ ‘ધી ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’માં ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહની ભૂમિકા ભજવનારા ઍક્ટર અનુપમ ખેરે ડૉ. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપતાં એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના નિધન વિશે જાણીને ખૂબ દુખ થયું. આ ફિલ્મ માટે એક વર્ષથી વધારે સમય સુધી મેં તેમનો અભ્યાસ કર્યો હતો અને મને લાગ્યું કે મેં ખરેખર તેમની સાથે આટલો સમય વિતાવ્યો છે. આ ફિલ્મનો વિષય વિવાદાસ્પદ હતો, પણ ડૉ. મનમોહન સિંહ નહીં. તેઓ સંપૂર્ણ પ્રામાણિક, મહાન અર્થશાસ્ત્રી, સારી અને નમ્ર વ્યક્તિ હતા. કેટલાક લોકો કહી શકે કે તેઓ હોશિયાર રાજકારણી નહોતા. તેમના પરિવાર પ્રત્યે મારી દિલથી સંવેદના. ઓમ શાંતિ.’
આ મુદ્દે એક વિડિયો-પોસ્ટમાં અનુપમ ખેરે કહ્યું હતું કે ‘મને જ્યારે આ ફિલ્મ ઑફર થઈ ત્યારે મેં કેટલાંક કારણોસર ના પાડી દીધી હતી. એમાં રાજકીય કારણ પણ હતું. મને લાગ્યું કે આ ફિલ્મ કરીશ તો લોકો કહેશે કે મેં તેમની મજાક બનાવવા માટે આ ફિલ્મ કરી હતી. જોકે મેં લોકો સાથે પણ વાતચીત કરી. જો મને પૂછવામાં આવે કે તમારા જીવનનાં ત્રણ-ચાર કૅરૅક્ટર પસંદ કરવાનાં હોય તો કયાં કરશો? મને લાગે છે કે એમાં હું આ ફિલ્મને સામેલ કરીશ, કારણ કે મેં આ ભૂમિકા ભજવવા માટે ખૂબ મહેનત કરી હતી. તેઓ ઘણા જ સારા માનવી હતા. હું વિચારીને બોલી રહ્યો છું કારણ કે આજકાલ લોકો શબ્દ પકડી લે છે અને એ કયા સંદર્ભમાં બોલવામાં આવ્યો છે એના વિશે વિચારતા નથી. મેં તેમની સાથે સમય વિતાવ્યો છે. હું એક-બે કાર્યક્રમોમાં તેમને મળ્યો પણ હતો. તેઓ મારા પ્રત્યે ખૂબ દયાળુ હતા. તેમની સારી ક્વૉલિટીમાં તેમની સાંભળવાની શક્તિનો સમાવેશ છે. કદાચ તેમના કાર્યકાળમાં કેટલીક ચીજો એવી થઈ જેના વિશે વિવાદ જરૂર થયો, પણ એક વ્યક્તિ તરીકે તેઓ ઈમાનદાર હતા. હું વારંવાર દયાળુ શબ્દનો ઉપયોગ કરી રહ્યો છું કારણ કે આજના સમયમાં દયાળુ લોકો ખૂબ ઓછા જોવા મળે છે.’
ADVERTISEMENT
લીફ-આર્ટમાં ડૉ. મનમોહન સિંહ
અગરતલાના લીફ-આર્ટિસ્ટ સુભમ સહાની કમાલ
પટનાના એક લીફ-આર્ટિસ્ટની કમાલ