કલ્પના ઐયરે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં એક વિડિયો શૅર કર્યો છે જેમાં તે પર્પલ સિલ્ક સાડી અને બ્લૅક-ગોલ્ડ બ્લાઉઝમાં સ્ટેજ પર ધમાલ મચાવતાં જોવા મળી રહ્યાં છે.
૧૯૮૧ની ફિલ્મ ‘અરમાન’માં ‘રમ્બા હો...’ પર કલ્પના ઐયરનો ડાન્સ, તાજેતરનાં એક લગ્નમાં ‘રમ્બા હો...’ પર નાચતાં કલ્પના ઐયર.
૧૯૮૧ની ફિલ્મ ‘અરમાન’ના તેના બોલ્ડ ડાન્સ-સૉન્ગ ‘રમ્બા હો...’થી કલ્પના ઐયર રાતોરાત સ્ટાર બની ગઈ હતી. હવે કલ્પના ઐયરે ૪૫ વર્ષ પછી ૬૯ વર્ષની ઉંમરે ફૅમિલી-વેડિંગમાં જબરદસ્ત એનર્જી સાથે આ જ ગીત પર ફરી ડાન્સ કર્યો અને વિડિયો શૅર કરીને ફૅન્સને આશ્ચર્યમાં મૂકી દીધા છે. કલ્પના ઐયરે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં એક વિડિયો શૅર કર્યો છે જેમાં તે પર્પલ સિલ્ક સાડી અને બ્લૅક-ગોલ્ડ બ્લાઉઝમાં સ્ટેજ પર ધમાલ મચાવતાં જોવા મળી રહ્યાં છે.


