રામાનંદ સાગરની રામાયણમાં ભગવાન રામનો રોલ ભજવીને લોકપ્રિયતા મેળવનાર અરુણ ગોવિલે ઍક્ટરને આપી લીલી ઝંડી
અરુણ ગોવિલે રણબીર કપૂરને આપી લીલી ઝંડી
અરુણ ગોવિલે ટીવીના પડદે રામાનંદ સાગરની સિરિયલ ‘રામાયણ’માં ભગવાન રામનું પાત્ર ભજવીને જબરદસ્ત લોકપ્રિયતા મેળવી હતી. હાલમાં એક ઇન્ટરવ્યુમાં તેમણે નિતેશ તિવારીની ‘રામાયણ’ અને ‘આદિપુરુષ’ની થઈ રહેલી તુલના વિશે પોતાનો મત વ્યક્ત કર્યો છે.
આ વાતચીત દરમ્યાન અરુણ ગોવિલે કહ્યું હતું કે ‘‘રામાયણ’ની ‘આદિપુરુષ’ સાથે તુલના ન કરવી જોઈએ. દરેક નવું રૂપાંતરણ અલગ હોય છે, તેથી એનાં અલગ પાસાંઓને સમજવાં જોઈએ.
ADVERTISEMENT
‘રામાયણ’ ફિલ્મની વાત કરું તો આ ફિલ્મ ખૂબ સારી લાગી રહી છે અને ટીમ ઘણી મહેનત પણ કરી રહી છે. રણબીર માત્ર એક સારો ઍક્ટર જ નથી, એક સારો માણસ પણ છે અને આ ગુણ સ્ક્રીન પર ભગવાન જેવા પાત્રને વિશ્વાસપૂર્વક ભજવવા માટે જરૂરી છે. મને લાગે છે કે ભગવાનનો રોલ ભજવવા માટે તમારો દેખાવ એવો હોવો જોઈએ કે જ્યારે લોકો તમને જુએ ત્યારે તેમને તમારામાં ભગવાન દેખાય અને તેઓ વિચારે કે ભગવાન આવા હોઈ શકે છે. આ ખૂબ જ મહત્ત્વનું છે.’


