WAVES 2025 દરમ્યાન સૈફ અલી ખાને જણાવ્યું હતું કે ‘મેં આ શોનો થોડો ભાગ જોયો છે, અને એ અદ્ભુત લાગ્યો
ઇબ્રાહિમ અલી ખાન, સારા અલી ખાન , આર્યન ખાન
શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનનો ડિરેક્ટર તરીકેનો પહેલો પ્રોજેક્ટ ‘The Ba***ds of Bollywood’ નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહ્યો છે. આ સિરીઝમાં મુખ્ય ભૂમિકાઓ લક્ષ્ય અને સહેર બમ્બા ભજવી રહ્યાં છે, પરંતુ રિપોર્ટ પ્રમાણે આ સિરીઝમાં અનેક પ્રખ્યાત કલાકારોની કૅમિયો ભૂમિકાઓ સાથે એક વિશાળ સ્ટારકાસ્ટ છે. હાલમાં WAVES 2025 દરમ્યાન સૈફ અલી ખાને જણાવ્યું હતું કે ‘મેં આ શોનો થોડો ભાગ જોયો છે, અને એ અદ્ભુત લાગ્યો. મારાં બાળકો સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાને એમાં નાની ભૂમિકાઓ ભજવી છે.’ સૈફના આ નિવેદન પછી ખુલાસો થયો કે સારા અને ઇબ્રાહિમ આ સિરીઝમાં કૅમિયોમાં જોવા મળશે.
મળતી માહિતી પ્રમાણે ‘The Ba***ds of Bollywood’ એક મહત્ત્વાકાંક્ષી આઉટસાઇડર અને તેના મિત્રોની વાર્તા છે. તેઓ બૉલીવુડની શાઇનિંગ અને અનિશ્ચિત દુનિયામાં પોતાનું સ્થાન શોધવાનો પ્રયાસ કરે છે. આ સિરીઝમાં લક્ષ્ય, સહેર બમ્બા, બૉબી દેઓલ અને રાઘવ જુયાલ મુખ્ય ભૂમિકાઓમાં છે. આ ઉપરાંત, અહેવાલો મુજબ શાહરુખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, રણબીર કપૂર, રણવીર સિંહ, આલિયા ભટ્ટ, કરણ જોહર, મોના સિંહ અને મનોજ પહવા જેવાં મોટાં નામો કૅમિયો ભૂમિકાઓમાં જોવા મળી શકે છે.

