Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાનભાઈ જ છે ઓરિજિનલ પ્રેમ

સલમાનભાઈ જ છે ઓરિજિનલ પ્રેમ

Published : 20 November, 2026 12:26 PM | Modified : 20 November, 2026 12:53 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ દરમ્યાન જ્યારે આયુષ્માનને પૂછવામાં આવ્યું કે રાજશ્રીની ફિલ્મોમાં અત્યાર સુધીનો તેનો સૌથી મનપસંદ ‘પ્રેમ’ કયો છે ત્યારે આયુષ્માને તરત જ સલમાન ખાનનું નામ લીધું હતું.

આયુષ્માન ખુરાના,રણવીર સિંહ,અલિયા ભટ્ટ અને સલમાન ખાન

આયુષ્માન ખુરાના,રણવીર સિંહ,અલિયા ભટ્ટ અને સલમાન ખાન


ફિલ્મમેકર સૂરજ બડજાત્યા પોતાની નવી પારિવારિક રોમૅન્ટિક ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’ સાથે દર્શકોનાં દિલ જીતવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના રાજશ્રી પ્રોડક્શન્સના આઇકૉનિક પાત્ર ‘પ્રેમ’ની વિરાસતને આગળ વધારતો જોવા મળશે. બુધવારે ફિલ્મના ટ્રેલર-લૉન્ચ નિમિત્તે પ્રેસ-કૉન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન જ્યારે આયુષ્માનને પૂછવામાં આવ્યું કે રાજશ્રીની ફિલ્મોમાં અત્યાર સુધીનો તેનો સૌથી મનપસંદ ‘પ્રેમ’ કયો છે ત્યારે આયુષ્માને તરત જ સલમાન ખાનનું નામ લીધું હતું.

સલમાને ૧૯૮૯માં સૂરજ બડજાત્યાની બ્લૉકબસ્ટર ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’થી મુખ્ય અભિનેતા તરીકે ‘પ્રેમ’ના પાત્રથી ડેબ્યુ કર્યું હતું અને દર્શકોનાં દિલ જીતી લીધાં હતાં. આ પછી પણ તેણે રાજશ્રી પ્રોડક્શન્સની ઘણી ફિલ્મોમાં ‘પ્રેમ’ની ભૂમિકા ભજવી હતી.



ટ્રેલર-લૉન્ચમાં સલમાનનાં વખાણ કરતાં આયુષ્માને કહ્યું હતું કે ‘પ્રેમ તરીકે સલમાનભાઈથી વધુ સારું કોઈ હોઈ જ ન શકે. તેઓ ઓરિજિનલ પ્રેમ છે. અમે બધા તેમને જ ‘પ્રેમ’ના પાત્રમાં અમારા આદર્શ માનીએ છીએ. તેમની કારકિર્દીની શરૂઆત પણ ‘પ્રેમ’થી જ થઈ હતી, તો પ્રેમ સે બોલો જય માતા દી.’


રૉકી અને પ્રેમ બિલકુલ સરખા નથી,યે પ્રેમ મોલ લિયાની વાર્તા રૉકી ઔર રાની કી પ્રેમ કહાનીને મળતી હોવાની ચર્ચા વિશે આયુષ્માન ખુરાનાએ કરી સ્પષ્ટતા

સૂરજ બડજાત્યાના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’નું ટ્રેલર રિલીઝ થતાં જ એની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે લગ્ન પછી પતિ પોતાના પરિવાર સાથે પત્નીના ઘરે રહેવા જાય છે. ટ્રેલર જોયા બાદ એની સરખામણી કરણ જોહરની ૨૦૨૩માં આવેલી હિટ ફિલ્મ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ સાથે થવા લાગી છે. આ ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ લીડ રોલમાં હતાં.


‘યે પ્રેમ મોલ લિયા’ની ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટમાં જ્યારે આ સરખામણી વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે આયુષ્માને એનો જડબાતોડ જવાબ આપ્યો હતો. આયુષ્માને બન્ને ફિલ્મોની સરખામણીને ફગાવી દેતાં કહ્યું હતું કે ‘યે પ્રેમ મોલ લિયા’ સૂરજ બડજાત્યાની ફિલ્મ છે. ‘પ્રેમ’ શરૂઆતથી જ ‘ગ્રીન ફૉરેસ્ટ’ છે. તે પોતાની પત્ની અને તેના પરિવારના પડખે મજબૂતીથી ઊભો રહે છે, જ્યારે ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’માં રૉકીના પાત્રનો ગ્રાફ તદ્દન અલગ હતો. રૉકી અને પ્રેમ બિલકુલ સરખા નથી. બન્નેની સરખામણી થઈ જ ન શકે. ભલે બન્ને ફિલ્મોમાં પારિવારિક સંબંધો અને લગ્નજીવનની વાત કરવામાં આવી હોય, પણ બન્નેની વાર્તા અને પાત્રોની રજૂઆત અલગ છે.’

Whatsapp-channel Whatsapp-channel

20 November, 2026 12:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK