આ ફિલ્મે બૉક્સ-ઑફિસ પર પ્રમાણમાં સંતોષજનક પ્રદર્શન કર્યું હતું
પતિ પત્ની ઔર વો દોની સક્સેસ-પાર્ટીમાં આયુષ્માન અને સારા
આયુષ્માન ખુરાના, વામિકા ગબ્બી, સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંહની ‘પતિ પત્ની ઔર વો દો’ ૧૫ મેના દિવસે થિયેટરમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બૉક્સ-ઑફિસ પર પ્રમાણમાં સંતોષજનક પ્રદર્શન કર્યું હતું. હાલમાં ફિલ્મની સફળતાની ઉજવણી માટે મંગળવારે રાત્રે મુંબઈમાં એક સક્સેસ-પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં ફિલ્મનાં મુખ્ય કલાકારો આયુષ્માન ખુરાના અને સારા અલી ખાને હાજરી આપી હતી પણ રકુલ પ્રીત સિંહ અને વામિકા ગબ્બીની ગેરહાજરી ચર્ચાનું કારણ બની હતી.
પાર્ટી પૂરી થયા બાદ જ્યારે આયુષ્માન અને સારા બહાર આવ્યાં ત્યારે ચાહકોએ તેમને ઘેરી લીધા હતા. આ સમયે તેમણે કોઈ પણ સંકોચ વિના ચાહકો સાથે તસવીરો ક્લિક કરાવી હતી તેમ જ ફોટોગ્રાફર્સને પણ પોઝ આપ્યા હતા.
