બાહુબલી : ધ બિગિનિંગના દસ વર્ષની ઉજવણી કરવા માટે બંને ભાગને એકસાથે રિલીઝ કરવામાં આવશે
‘બાહુબલી : ધ બિગિનિંગ’
સાઉથની બ્લોકબસ્ટર ફિલ્મોમાંની એક ‘બાહુબલી : ધ બિગિનિંગ’ 10 જુલાઇ, 2015ના દિવસે રિલીઝ થઇ હતી. હવે ગુરુવારે આ ફિલ્મના 10 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ફિલ્મના નિર્માતાઓએ આ ફિલ્મના પહેલા અને બીજા ભાગને એકસાથે થિયેટરમાં ‘બાહુબલી : ધ એપિક’ના નામે રિલીઝ કરવાનું આયોજન કર્યુ છે. ફિલ્મના ડિરેક્ટર એસ એસ રાજામૌલીએ આ અવસરે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરી, જેમાં તેમણે લખ્યું, ‘બાહુબલી... અનેક યાત્રાઓની શરૂઆત, અગણિત યાદો અને અનંત પ્રેરણા. 10 વર્ષ પૂર્ણ થયા છે અને તેને યાદગાર બનાવવા માટે આવી રહી છે ‘બાહુબલી : ધ એપિક’’
રિપોર્ટ પ્રમાણ ‘બાહુબલી : ધ એપિક’ 31 ઓક્ટોબર 2025 ના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે અને એનો રનટાઇમ 5 કલાક અને 25 મિનિટ જેટલો હોઇ શકે છે કારણ કે આ ફિલ્મના પહેલા ભાગ ‘બાહુબલી : ધ બિગનિંગ’નો રન ટાઇમ 2 કલાક 38 મિનિટ હતો, જ્યારે ‘બાહુબલી : ધ કન્ક્લુઝન’નો રન ટાઇમ 2 કલાક 47 મિનિટ હતો. જોકે, નિર્માતાઓ આનું એડિટેડ વર્ઝન પણ રિલીઝ કરી શકે છે જેનો સમયગાળો 3 થી 4 કલાકની આસપાસ હોઈ શકે છે. જોકે ‘બાહુબલી: ધ એપિક’નો રનટાઇમ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો નથી.
ADVERTISEMENT
‘બાહુબલી : ધ બિગિનિંગ’ આજે પણ આ છઠ્ઠી સૌથી વધુ કમાણી કરનારી તેલુગુ ફિલ્મ છે અને તેનું હિન્દી ડબ્ડ વર્ઝન અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ડબ્ડ ફિલ્મ છે.

