આ ઘડિયાળ ૧૮ કૅરૅટ યલો ગોલ્ડથી બની છે અને એમાં હૉટ પિન્ક સેફાયર બેઝલ છે
બાદશાહ રૉલેક્સનું રૅર મૉડલ ડેટોના ‘બાર્બી’ પહેરનાર પહેલો ભારતીય બન્યો
ભારતીય રૅપર અને ‘ઇન્ડિયન આઇડલ’નો જજ બાદશાહ રૉલેક્સનું રૅર મૉડલ ડેટોના ‘બાર્બી’ પહેરનાર પહેલો ભારતીય બન્યો છે. હાલમાં તે ‘ઇન્ડિયન આઇડલ’ના સેટ પર આ ઘડિયાળ સાથે જોવા મળ્યો હતો. લગભગ ૧૮ કરોડ રૂપિયાની કિંમત ધરાવતી આ ઘડિયાળ ૧૮ કૅરૅટ યલો ગોલ્ડથી બની છે અને એમાં હૉટ પિન્ક સેફાયર બેઝલ છે. આ ૧૮ કૅરૅટ યલો ગોલ્ડન ઘડિયાળના બેઝલ પર લગભગ ૪૦ પિન્ક કટ સેફાયર જડાયેલા છે, જ્યારે ડાયલ પર કલાક દર્શાવવા માટે ૧૨ પિન્ક સેફાયર લાગેલા છે. આ બ્લિંગથી સજ્જ ઘડિયાળ કોઈ પણ રીટેલ વેબસાઇટ પર વેચાણ માટે ઉપલબ્ધ નથી. દુનિયાભરમાં આ ઘડિયાળના દસથી ઓછા પીસ ઉપલબ્ધ છે અને એમાંથી એક બાદશાહ પાસે છે. બાદશાહ સિવાય આર્જેન્ટિનાના સ્ટાર ફુટબૉલર લીઅનલ મેસી જેવી ગણતરીની સેલિબ્રિટી પાસે આ આ મૉડલની ઘડિયાળ છે.


