હાલમાં ડિરેક્ટર અનીસ બઝ્મીએ આ મામલે વાત કરતાં કહ્યું હતું કે ‘અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ, પણ વાર્તા પર હજી કામ શરૂ થયું નથી.
					
					
ભૂલભુલૈયા 4માં કાર્તિક અને અક્ષય એકસાથે?
‘ભૂલભુલૈયા’ સિરીઝની તમામ ફિલ્મ સફળ સાબિત થઈ છે ત્યારે હવે આ હૉરર-કૉમેડી ફ્રૅન્ચાઇઝીની આગામી ફિલ્મ ‘ભૂલભુલૈયા 4’ બનાવવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે. હાલમાં ડિરેક્ટર અનીસ બઝ્મીએ આ મામલે વાત કરતાં કહ્યું હતું કે ‘અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ, પણ વાર્તા પર હજી કામ શરૂ થયું નથી. અમે જ્યારે ‘ભૂલભુલૈયા 2’ અને ‘ભૂલભુલૈયા 3’ બનાવી છે તો ‘ભૂલભુલૈયા 4’ પણ બનાવવી જોઈએ. અમે આ મામલે વાતચીત કરી રહ્યા છીએ. આ ફ્રૅન્ચાઇઝીમાં રૂહબાબાના રોલમાં કાર્તિક આર્યને સારી ઓળખ બનાવી છે એટલે કાર્તિક તો હોવો જ જોઈએ. હું અને પ્રોડ્યુસર ભૂષણ કુમાર આમાં ‘ભૂલભુલૈયા’માં જોવા મળેલા અક્ષય કુમારને પણ લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. અમને લાગે છે કે પીળા કપડામાં અક્ષય કુમાર અને કાળા કપડામાં કાર્તિક આર્યનની જોડી ખૂબ જામશે.’
		        	
		         
        

