મારે તસવીર ક્લિક નથી કરાવવી એવું કહીને કારમાં બેસીને ફટાફટ ચાલી ગઈ
બિપાશા બાસુ
બિપાશા બાસુ ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે અને આજે પણ તેના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. બિપાશા ઘણી વખત દીકરી દેવી અને પતિ કરણ સિંહ ગ્રોવર સાથે આઉટિંગની મજા માણતી જોવા મળે છે. હાલમાં ફોટોગ્રાફરોએ બિપાશાને જિમની બહાર જોઈ હતી પણ તેમને જોઈને બિપાશાએ તેમનાથી દૂર થઈ જવાનું પસંદ કર્યું અને કહ્યું કે તે નથી ઇચ્છતી કે તેની તસવીરો ક્લિક કરવામાં આવે. એ પછી તે પોતાની કારમાં બેસીને ચાલી ગઈ હતી.
ફોટોગ્રાફર્સે જિમની બહાર બિપાશાને જોઈ ત્યારે તેણે ઢીલું ટી-શર્ટ, જિમ પૅન્ટ અને બનમાં બાંધેલા વાળમાં જોઈ હતી. જિમની બહાર નીકળીને તે તરત કારમાં બેસી ગઈ અને ફોટોગ્રાફરોને કહ્યું કે પ્લીઝ, મારે તસવીર ક્લિક નથી કરાવવી. બિપાશાનો આ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. બિપાશાના ફૅન્સે એવી કમેન્ટ કરી છે કે તેણે મેકઅપ નથી કર્યો એટલે તસવીર ક્લિક નથી કરાવવા દીધી. થોડા સમય પહેલાં બિપાશાએ ઍક્ટ્રેસના શરીરનાં અંગોને ઝૂમ કરીને દેખાડવાની ફોટોગ્રાફરોની સ્ટાઇલની ટીકા કરી હતી. બિપાશા છેલ્લી વખત ૨૦૧૫માં ‘અલોન’માં જોવા મળી હતી. સોનાક્ષી સિંહાની ૨૦૧૮ની ફિલ્મ ‘વેલકમ ટુ ન્યુ યૉર્ક’માં તેનો કૅમિયો હતો. ૨૦૨૦માં તેણે MX પ્લેયર સિરીઝ ‘ડેન્જરસ’માં પતિ કરણ સિંહ ગ્રોવર સાથે વેબ-સિરીઝમાં ઍક્ટિંગ કરી હતી. હાલમાં બિપાશાએ તેની દીકરી દેવીના ઉછેર માટે ઍક્ટિંગમાંથી બ્રેક લીધો હતો.

