Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમની ફેવરિટ હતી રિશી કપૂરની તવાયફ

અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમની ફેવરિટ હતી રિશી કપૂરની તવાયફ

Published : 09 May, 2026 09:30 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મમાં રિશી કપૂરના પાત્રનું નામ દાઉદ હોવાથી એ મનપસંદ બની ગઈ હતી

અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમની ફેવરિટ હતી રિશી કપૂરની તવાયફ

અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમની ફેવરિટ હતી રિશી કપૂરની તવાયફ


એક સમયે રિશી કપૂરની ગણતરી બૉલીવુડના સૌથી મોટા સ્ટાર્સમાં થતી હતી. ‘બૉબી’ અને ‘પ્રેમ રોગ’ જેવી ફિલ્મોમાં તેમનો અભિનય દર્શકોને ખૂબ ગમ્યો હતો. એ સમય દરમ્યાન અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમ પણ તેના ચાહકોમાં સામેલ હતો. રિશી કપૂરે પોતાની આત્મકથા ‘ખુલ્લમખુલ્લા’માં દાઉદ ઇબ્રાહિમ સાથેની મુલાકાતનો ઉલ્લેખ કરતાં લખ્યું હતું કે ‘૧૯૮૮માં હું દુબઈ ગયો હતો ત્યારે ઍરપોર્ટ પરથી બહાર નીકળતાં જ એક વ્યક્તિએ મને ફોન પર દાઉદ સાથે વાત કરાવી હતી. દાઉદે કહ્યું હતું કે જો તમને કોઈ પણ વસ્તુની જરૂર હોય તો મને કહી શકો છો.’ એ સમયે દાઉદ સાથેની પોતાની મુલાકાત વિશે રિશીએ લખ્યું હતું, ‘મને ખબર પડી કે દાઉદ ઇબ્રાહિમ મને ચા માટે પોતાના ઘરે બોલાવવા માગે છે. મને આ મુલાકાતમાં કાંઈ ખોટું લાગ્યું નહોતું એથી હું મિત્ર સાથે દાઉદના ઘરે ગયો હતો. રસ્તામાં કાર વારંવાર અલગ દિશામાં ફેરવવામાં આવી હતી જેથી કોઈને પણ દાઉદના ઘરની સાચી જગ્યાની ખબર ન પડે. ઘરે પહોંચ્યા પછી દાઉદ ઇબ્રાહિમે અમારું સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમ્યાન ફિલ્મોની ચર્ચા થઈ હતી. દાઉદે કહ્યું હતું કે હું રાજ કપૂર, દિલીપકુમાર અને કપૂર પરિવારનો મોટો ચાહક છું. તેણે એ પણ જણાવ્યું હતું કે તેને મારી ‘તવાયફ’ ફિલ્મ બહુ ગમે છે, કારણ કે એમાં મારા પાત્રનું નામ ‘દાઉદ’ હતું.’


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2026 09:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK