ઘટાડેલા વજન પછીના પિતાના આ લુકને જોઈને જાહ્નવી કપૂરે કમેન્ટ કરી, ‘વાઉ પપ્પા’
બોની કપૂર
એક સમયે ભારેખમ શરીર ધરાવતા બોની કપૂરે હાલમાં સારુંએવું વજન ઉતાર્યું છે અને હવે તેમને બાવીસ વર્ષ જૂનું જીન્સ અને ૧૮ વર્ષ જૂનું શર્ટ પણ બહુ સારી રીતે થઈ જાય છે. હાલમાં બોની કપૂરે તેમનાં આ જૂનાં કપડાં પહેરીને એક તસવીર સોશ્યલ મીડિયામાં શૅર કરી હતી. આ તસવીર જોઈને દીકરી જાહ્નવી કપૂર બહુ ઇમ્પ્રેસ થઈ ગઈ હતી અને તેણે ‘વાઉ પપ્પા’ એવી કમેન્ટ પણ કરી હતી.
હાલમાં બોની કપૂરે ૬૯ વર્ષની ઉંમરે જિમ વગર ૨૬ કિલો વજન ઘટાડ્યું છે. આ માટે તેમણે ડાયટમાં ફેરફાર કર્યો હતો. તેમણે રાતનું ભોજન બંધ કરીને તેમ જ સૂપ, ફળ અને જુવારની રોટલી ખાઈને સતત એક વર્ષ સુધી પ્રયાસ કરીને આ સફળતા મેળવી છે.

