રાજ્ય સરકાર પચાસ ટકા ખર્ચ ભોગવવા તૈયાર થતાં પ્રોજેક્ટને ગતિ મળી, કેન્દ્રીય કૅબિનેટની મંજૂરી પછી કામગીરી શરૂ થશે
અશ્વિની વૈષ્ણવ
કેન્દ્રીય રાજ્યપ્રધાન મુરલીધર મોહોળ કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવને મળ્યા હતા. આ મુલાકાત દરમ્યાન તેમણે પુણે-લોનાવલા ત્રીજી અને ચોથી લાઇન તથા પુણે રેલવે-સ્ટેશનના આધુનિકીકરણ જેવાં કામો અંગે ચર્ચા કરી હતી. આ ઉપરાંત મોહોળે રેલવેપ્રધાન પાસે એવી પણ માગણી કરી હતી કે નવી મુંબઈમાં આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટને જોડતી એક સમર્પિત ટ્રેનસેવા મધ્ય રેલવે દ્વારા શરૂ કરવામાં આવે.
પુણે-લોનાવલા ત્રીજી અને ચોથી લાઇનનો મુદ્દો ઘણાં વર્ષોથી પેન્ડિંગ છે. તાજેતરમાં રાજ્ય સરકારે આ લાઇનોના ખર્ચના ૫૦ ટકા ખર્ચ ભોગવવા માટેની સંમતિ આપી હતી.
ADVERTISEMENT
કેન્દ્રીય રાજ્યપ્રધાન મુરલીધર મોહોળે એવું પણ જણાવ્યું હતું કે ‘હવે આ લેન માટે કૅબિનેટની મંજૂરી જરૂરી છે એટલે જ રેલવેપ્રધાન સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી. તેમણે ટૂંક સમયમાં નિર્ણય લેવાની ખાતરી આપી છે અને પુણે રેલવે-સ્ટેશનના ઝડપી વિકાસ માટે પણ ચર્ચા થઈ હતી.’

