કૅટરિના છેલ્લે વર્ષ ૨૦૨૪માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મૅરી ક્રિસમસ’માં જોવા મળી હતી. ફિલ્મને વિવેચકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો, પણ બૉક્સ-ઑફિસ પર એ ખાસ સફળતા મેળવી શકી નહોતી.
ચાંદની બાર 2માં તબુ સાથે કૅટરિના કૈફની થશે એન્ટ્રી?
મધુર ભંડારકરની ૨૦૦૧માં રિલીઝ થયેલી ‘ચાંદની બાર’માં તબુએ પોતાના શાનદાર અભિનયથી દર્શકો તેમજ વિવેચકોનાં દિલ જીતી લીધાં હતાં. ગયા વર્ષે ફિલ્મની સીક્વલ ‘ચાંદની બાર 2’ની જાહેરાત કરવામાં આવી હતી. જોકે ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે કોણ જોવા મળશે એની સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. હવે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ સાથે કૅટરિના કૈફનું નામ જોડાઈ રહ્યું છે તેમ જ ફિલ્મમાં તબુ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળી શકે છે. જોકે આ અંગે હજુ સુધી નિર્માતાઓ અથવા કલાકારો તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
કૅટરિના છેલ્લે વર્ષ ૨૦૨૪માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મૅરી ક્રિસમસ’માં જોવા મળી હતી. ફિલ્મને વિવેચકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો, પણ બૉક્સ-ઑફિસ પર એ ખાસ સફળતા મેળવી શકી નહોતી.