આ સુવિધા ભારતની સાથે-સાથે અમેરિકા અને અન્ય દેશો માટે પણ ઉપલબ્ધ છે
દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ હવે મેટા AIનો અવાજ બની ગઈ છે. આ કારણે હવે મેટા AIમાં દીપિકાના વૉઇસનો સપોર્ટ મળશે. આ સુવિધા ભારતની સાથે-સાથે અમેરિકા અને અન્ય દેશો માટે પણ ઉપલબ્ધ છે. દીપિકાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર એક વિડિયો શૅર કર્યો છે જેમાં તે એક સ્ટુડિયોમાં મેટા AI માટે પોતાનો અવાજ રેકૉર્ડ કરતી જોવા મળી રહી છે. આ વિડિયોમાં દીપિકા કહે છે, ‘હાય, હું દીપિકા પાદુકોણ છું. હું મેટા AIનો નવો અવાજ છું. તો રિંગને ટૅપ કરો અને મારો અવાજ સાંભળો.’
દીપિકાએ આ વિડિયો સાથે કૅપ્શનમાં લખ્યું છે, ‘આ સુવિધા માત્ર ભારત માટે જ નહીં; યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, કૅનેડા, યુનાઇટેડ કિંગડમ, ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડમાં અંગ્રેજીમાં પણ ઉપલબ્ધ છે. આ ટ્રાય કરો અને મને કહો કે કેવું લાગે છે.’

