Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રાકામાંથી દીપિકા પાદુકોણના સીન પણ ઓછા નહીં થાય અને તેને પડતી પણ મૂકવામાં નહીં આવે

રાકામાંથી દીપિકા પાદુકોણના સીન પણ ઓછા નહીં થાય અને તેને પડતી પણ મૂકવામાં નહીં આવે

Published : 24 April, 2026 08:37 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મના નિર્માતાઓએ સત્તાવાર નિવેદન જાહેર કરીને દીપિકાને લઈને ચાલી રહેલી તમામ અટકળોને નકારી કાઢી છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


દીપિકા પાદુકોણે પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કર્યા બાદથી જ ફિલ્મી વર્તુળોમાં તેની અલ્લુ અર્જુન સાથેની આગામી ફિલ્મ ‘રાકા’ના મામલે ચર્ચાઓ ચાલી રહી છે. એવા રિપોર્ટ હતા કે બીજી પ્રેગ્નન્સીને કારણે ‘રાકા’માંથી દીપિકાના સીન ઓછા થઈ શકે છે અથવા તેને રિપ્લેસ પણ કરવામાં આવી શકે છે.

આ ચર્ચાઓનું પ્રમાણ વધી જતાં ‘રાકા’ની ટીમ તરફથી સ્પષ્ટ પ્રતિક્રિયા આપવામાં આવી છે. ફિલ્મના નિર્માતાઓએ સત્તાવાર નિવેદન જાહેર કરીને દીપિકાને લઈને ચાલી રહેલી તમામ અટકળોને નકારી કાઢી છે. ટીમે સ્પષ્ટ કર્યું છે કે બધું આયોજન મુજબ ચાલી રહ્યું છે અને ફિલ્મમાં દીપિકા મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જ જોવા મળશે તેમ જ તેની સાથે શૂટિંગ પણ સંપૂર્ણ ઉત્સાહ સાથે કોઈ વિક્ષેપ વિના આગળ વધી રહ્યું છે.



માહિતી મળી છે કે પ્રેગ્નન્સી દરમ્યાન પણ દીપિકા ફિલ્મનું શૂટિંગ ચાલુ રાખી રહી છે અને ઇન્ટેન્સ ઍક્શન સીક્વન્સ પણ શૂટ કરી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

24 April, 2026 08:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK