ધર્મેન્દ્રનો પરિવાર ૮ ડિસેમ્બરે તેમની નેવુંમી વર્ષગાંઠ બહુ ધામધૂમથી ઊજવવાનું પ્લાનિંગ કરી રહ્યો છે
ધર્મેન્દ્ર
બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લીધા પછી ધર્મેન્દ્રની સારવાર અને દેખરેખ ઘરે જ કરવામાં આવી રહી છે અને તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે એવા અહેવાલ છે. આ સંજોગોમાં ખબર પડી છે કે ધર્મેન્દ્રનો પરિવાર ૮ ડિસેમ્બરે તેમની નેવુંમી વર્ષગાંઠ બહુ ધામધૂમથી ઊજવવાનું પ્લાનિંગ કરી રહ્યો છે.
આ આયોજન વિશે પરિવારની નજીકની એક વ્યક્તિએ માહિતી આપી હતી કે ‘જો ભગવાન ઇચ્છે તો અમે આવતા મહિને ધરમજીનો અને એશાનો એમ બે જન્મદિવસ ઊજવીશું. ૮ ડિસેમ્બરે ધર્મેન્દ્રની નેવુંમી વર્ષગાંઠ છે. આ મહિને બીજી નવેમ્બરે એશાનો જન્મદિવસ હતો, પણ ધર્મેન્દ્રની નાજુક તબિયતને કારણે તેનો જન્મદિવસ ઊજવવામાં આવ્યો નહોતો. હવે જ્યારે ધર્મેન્દ્રની સ્થિતિ સુધરી રહી છે ત્યારે પરિવાર બન્નેનો જન્મદિવસ સાથે મનાવવાનું પ્લાનિંગ કરી રહ્યો છે.’


