ફિલ્મમેકર બૉની કપૂર ઑક્ટોબર ૨૦૨૫થી વરુણ ધવન, અર્જુન કપૂર અને દિલજિત દોસાંઝ સાથે ‘નો એન્ટ્રી 2’નું શૂટિંગ શરૂ કરવાનો હતો
દિલજિત દોસાંઝ
ફિલ્મમેકર બૉની કપૂર ઑક્ટોબર ૨૦૨૫થી વરુણ ધવન, અર્જુન કપૂર અને દિલજિત દોસાંઝ સાથે ‘નો એન્ટ્રી 2’નું શૂટિંગ શરૂ કરવાનો હતો. જોકે હાલમાં ચર્ચા હતી કે દિલજિતે આ પ્રોજેક્ટમાંથી પીછેહઠ કરી છે. હવે બૉની કપૂરે પણ આ વાતને કન્ફર્મ કરતાં કહ્યું છે કે ‘આ વાત સાચી છે. અમે બહુ પૉઝિટિવ વાતચીત કરીને અલગ થયા છીએ, કારણ કે શૂટિંગની તારીખો તેના શેડ્યુલ સાથે મેળ ખાતી નહોતી. આશા છે કે અમે ટૂંક સમયમાં સાથે મળીને એક પંજાબી ફિલ્મ કરીશું.’
દિલજિત હાલમાં તેની સંગીત-કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. તેણે તાજેતરમાં ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડમાં તેની ઓરા ટૂર 2025ની જાહેરાત કરી છે. આ ટૂર ૨૬ ઑક્ટોબરથી સિડનીમાં શરૂ થશે જેમાં બ્રિસ્બેન, મેલબર્ન, ઍડીલેડ અને પર્થમાં પર્ફોર્મન્સ થશે. આ ટૂર ૧૩ નવેમ્બરે ઑકલૅન્ડમાં સમાપ્ત થશે.

