પાકિસ્તાનમાં પહેલા દિવસે ‘સરદારજી 3’એ ત્રણ કરોડથી વધુની કમાણી કરી છે
પાકિસ્તાનના સિનેગોલ્ડ પ્લેક્સ નામના સિનેમાઘર દ્વારા એક ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કરવામાં આવ્યો હતો
દિલજિત દોસાંઝની ફિલ્મ ‘સરદારજી 3’ ૨૭ જૂને ભારત સિવાય વિશ્વભરનાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં પાકિસ્તાની ઍક્ટ્રેસ હાનિયા આમિરની હાજરીના કારણે દિલજિત દોસાંઝ વિવાદોમાં ફસાયેલો જોવા મળી રહ્યો છે. જોકે પાકિસ્તાનમાં આ ભારતીય ફિલ્મને ખૂબ પ્રેમ મળી રહ્યો છે. કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાનનાં સિનેમાઘરોમાં ‘સરદારજી 3’ના શો હાઉસફુલ થઈ રહ્યા છે. આનો પ્રભાવ ફિલ્મની ઓપનિંગ ડેની કમાણી પર પણ જોવા મળ્યો છે.
રિપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં પહેલા દિવસે ‘સરદારજી 3’એ ત્રણ કરોડથી વધુની કમાણી કરી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વિશ્વભરમાં ફિલ્મની કમાણી પાંચ કરોડથી વધુ થઈ છે. ફિલ્મનો ઓપનિંગ ડે પંજાબી ફિલ્મો માટે અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ ઓપનિંગ ડે ગણાવવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
આ પહેલાં પાકિસ્તાનના સિનેગોલ્ડ પ્લેક્સ નામના સિનેમાઘર દ્વારા એક ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કરવામાં આવ્યો હતો જેમાં ‘સરદારજી 3’ના શો સોલ્ડ-આઉટ થયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો તેમ જ સિનેમાઘરો ખીચોખીચ ભરેલાં જોવા મળ્યાં હતાં.

