ફિલ્મમાં કામ કરવાની ના પાડી દેનાર રણવીર સિંહને અનફૉલો કરી દીધો ડિરેક્ટર ફરહાન અખ્તરે, હાલમાં રિપોર્ટ હતા કે રણવીર સિંહે ‘ડૉન ૩’માં કામ કરવાની ના પાડી દેતાં ફરહાન અખ્તરની આ ફિલ્મ પર બ્રેક લાગી ગઈ છે.
ફરહાન અખ્તર
હાલમાં રિપોર્ટ હતા કે રણવીર સિંહે ‘ડૉન ૩’માં કામ કરવાની ના પાડી દેતાં ફરહાન અખ્તરની આ ફિલ્મ પર બ્રેક લાગી ગઈ છે. હવે માહિતી મળી છે કે ‘ડૉન ૩’નું ભાવિ ડામાડોળ થતાં ફરહાને હવે આલિયા ભટ્ટ, કૅટરિના કૈફ અને પ્રિયંકા ચોપડાને લઈને બનાવવા ધારેલી ‘જી લે જરા’ પર ધ્યાન આપવાનું નક્કી કર્યું છે. જોકે ‘ડૉન ૩’માં કામ કરવા માટે રણવીરે ના પાડી દેતાં તેના અને ફરહાનના સંબંધોમાં સમસ્યા સર્જાઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, કારણ કે આ વિવાદ પછી ફરહાને સોશ્યલ મીડિયા પર રણવીરને અનફૉલો કરી દીધો છે. ફૅન્સે નોંધ્યું છે કે ફરહાને ભલે સોશ્યલ મીડિયા પર રણવીરને ફૉલો કરવાનું બંધ કરી દીધું હોય, પણ રણવીર હજી પણ ફરહાનને ફૉલો કરે છે.


