આ ફિલ્મ ૨૦૨૭માં રિલીઝ થશે તેમ જ આ ફિલ્મને હિન્દી, તામિલ અને તેલુગુમાં રજૂ કરવામાં આવશે
`રૂહ`નો ફર્સ્ટ લુક
ઇમરાન હાશ્મી હવે હૉરર ફિલ્મ ‘રૂહ’માં જોવા મળશે અને આ ફિલ્મની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. નિર્માતાઓએ ફિલ્મનો ફર્સ્ટ લુક જાહેર કરીને એની રિલીઝ-ડેટ વિશે પણ માહિતી આપી છે. આ ફિલ્મના ફર્સ્ટ લુક વિડિયોમાં એક રહસ્યમય જંગલમાં એક યુવતી દેખાય છે અને ત્યાર બાદ એક ધૂંધળો અરીસો જોવા મળે છે. એક રહસ્યમય હાથ અરીસાને સાફ કરે છે અને તેમાં ઇમરાન હાશ્મીનો ચહેરો દેખાય છે. આ પછી જોતજોતાંમાં ઇમરાન હાશ્મીની આંખો કાળી થઈ જાય છે જેનાથી વિડિયોમાં ભયાનક વાતાવરણ સર્જાય છે. અંતે ફિલ્મનું શીર્ષક ‘રૂહ’ સ્ક્રીન પર દેખાય છે.
ફિલ્મના નિર્માતાઓએ વિડિયોમાં જ ખુલાસો કર્યો છે કે આ ફિલ્મ ૨૦૨૭માં રિલીઝ થશે તેમ જ આ ફિલ્મને હિન્દી, તામિલ અને તેલુગુમાં રજૂ કરવામાં આવશે.
