Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Entertainment Updates: દર્શને તેનું સૉન્ગ સાથિયા રિલીઝ પહેલાં જ લાઇવ સ્ટેજ પર રજૂ કર્યું

Entertainment Updates: દર્શને તેનું સૉન્ગ સાથિયા રિલીઝ પહેલાં જ લાઇવ સ્ટેજ પર રજૂ કર્યું

Published : 17 February, 2026 08:59 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

Entertainment Updates: અનુષ્કા શર્મા ઍરપોર્ટ પર પતિ વિરાટ કોહલી સાથે સિમ્પલ લુકમાં જોવા મળી; પરિણીતિ ચોપડાએ પતિના સ્ટડી-રૂમને બદલી નાખ્યો દીકરાની નર્સરીમાં અને વધુ સમાચાર

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સિંગર દર્શન રાવલે પોતાના આગામી ગીત ‘સાથિયા’ની ઑફિશ્યલ રિલીઝ પહેલાં જ ચાહકોને ખાસ સરપ્રાઇઝ આપી દીધી છે. તેણે આ ગીત રિલીઝ થાય એ પહેલાં જ લાઇવ સ્ટેજ પર એની પ્રથમ રજૂઆત કરી, જેને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો. દર્શન રાવલે તાજેતરમાં સ્ટેજ પર આ ગીત ગાઈને પ્રી-રિલીઝ ઝલક આપી હતી. આ ખાસ ક્ષણનો વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કરીને તેણે લખ્યું કે ‘‘સાથિયા’ની સફર ગઈ કાલે સ્ટેજ પરથી શરૂ થઈ. અવિસ્મરણીય અનુભવ. ગઈ કાલની લાગણીમાંથી હજી બહાર આવી શક્યો નથી. ‘સાથિયા’ ૨૫ ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહ્યું છે.’

કપાળ પર બિંદી અને ગળામાં તુલસીમાળા: અનુષ્કા શર્મા ઍરપોર્ટ પર પતિ વિરાટ કોહલી સાથે આ સિમ્પલ લુકમાં જોવા મળી




અનુષ્કા શર્મા લાંબા સમયથી ફિલ્મી પડદાથી દૂર છે પણ હાલમાં તે ક્રિકેટર પતિ વિરાટ કોહલી સાથે મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળી હતી અને અહીં તેનો લુક ચર્ચાનો વિષય બન્યો હતો. આ સમયે વિરાટ પત્ની અનુષ્કાની હૅન્ડબૅગ લઈને આગળ ચાલતો દેખાયો અને અનુષ્કા તેની પાછળ ચાલી રહી હતી. આ સમયે અનુષ્કાએ પોતાના લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ સમયે અનુષ્કાએ વાઇટ કલરનો ફ્લોરલ પ્રિન્ટ સૂટ પહેર્યો હતો અને સાથે મૅચિંગ દુપટ્ટો રાખ્યો હતો. આ સમયે તેણે ગળામાં તુલસીની માળા પહેરી હતી અને કપાળ પર બિંદી લગાવી હતી. આ સમયે અનુષ્કાના લુકને જોઈને કેટલાક ફૅન્સ અનુમાન કરી રહ્યા છે કે આ પાવર કપલ ચોક્કસ રીતે વૃન્દાવન અથવા કોઈ મંદિર જઈ રહ્યું છે.

હું આગ છું અને તે પવન: પતિ મહેશ ભૂપતિ સાથેની પોતાની રિલેશનશિપની આવી સરખામણી કરીને લારા દત્તાએ આપી લગ્નતિથિની શુભેચ્છા


લારા દત્તા અને ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી મહેશ ભૂપતિ ખુશહાલ વૈવાહિક જીવન જીવી રહ્યાં છે. ગઈ કાલે આ જોડીની ૧૫મી લગ્નતિથિ હતી. આ ખાસ અવસરે લારાએ સોશ્યલ મીડિયા દ્વારા પતિ મહેશને શુભેચ્છા પાઠવી અને બન્નેની કેટલીક રોમૅન્ટિક તસવીરો શૅર કરી, જેમાં તેઓ ખૂબ ખુશ દેખાઈ રહ્યાં છે. લારાએ આ પોસ્ટમાં લખ્યું, ‘૧૫ વર્ષ. હું આગ છું અને તે પવન. હું ચિનગારી સળગાવું છું તો તે એને વધુ ભડકાવે છે અને આશ્ચર્યની વાત એ છે કે અત્યાર સુધી અમે ઘર સળગાવ્યું નથી. વર્ષો દરમ્યાન અમે બન્નેએ એકબીજાને પ્રોફેશનલ રીતે ચીડવવાનું, રમતની જેમ ઝઘડવાનું, સ્પર્ધાત્મક ન હોવાનો દેખાડો કરવાનું અને છતાં દરરોજ એકબીજાને પસંદ કરવાનું શીખ્યું છે.’

હવે પરિણીતિ ચોપડાએ પતિના સ્ટડી-રૂમને બદલી નાખ્યો દીકરાની નર્સરીમાં

પરિણીતિ ચોપડા હાલમાં માતૃત્વનો સુંદર સમય માણી રહી છે. તે પોતાના દીકરા નીર સાથે સમય પસાર કરી રહી છે અને તેની સંભાળમાં વ્યસ્ત છે. આ સાથે જ પરિણીતિ યુટ્યુબ પર પણ સક્રિય બની છે. તાજેતરમાં પરિણીતિએ એક વિડિયો દ્વારા નીરની નર્સરીની ઝલક બતાવી, જે ખાસ રીતે તૈયાર કરવામાં આવી છે. આ સાથે જ તેણે માહિતી આપી છે કે તેણે પતિ રાઘવ ચઢ્ઢાના સ્ટડી-રૂમને નર્સરીમાં કન્વર્ટ કર્યો છે. પરિણીતિએ આ નર્સરીને લાઇટ કલર થીમમાં ડિઝાઇન કરી છે જેથી રૂમમાં શાંતિપૂર્ણ અને સૉફ્ટ માહોલ રહે. રૂમમાં ટ્રાન્સપરન્ટ પડદા, સૉફ્ટ ટૉય્સ અને નીરનું પારણું અને નીરના નામવાળો ખાસ તકિયો પણ રાખવામાં આવ્યો છે. આ રૂમને વિન્ટેજ કાર્પેટ અને ક્લાસી ફોટોફ્રેમ્સ દ્વારા એક એસ્થેટિક અને ક્લાસી લુક આપવામાં આવ્યો છે. આ વિડિયોમાં રાઘવે જણાવ્યું કે લગ્ન પહેલાં આ રૂમ તેનો સ્ટડી-રૂમ હતો, પરંતુ હવે તેને સંપૂર્ણ રીતે નીરની નર્સરીમાં બદલી દેવાયો છે કારણ કે બન્નેએ મળીને એવી જગ્યા બનાવવાની ઇચ્છા રાખી હતી જ્યાં શાંતિ, સ્નેહ અને પરિવારનો અહેસાસ થાય.

સારા અર્જુન પર ઓવારી ગઈ કંગના

ઍક્ટ્રેસ સારા અર્જુને મહાશિવરાત્રિના પાવન અવસર પર કોઇમ્બતુર ખાતે આવેલા સદ્ગુરુના ઈશા ફાઉન્ડેશનની ઉજવણીમાં હાજરી આપી હતી. ફાઉન્ડેશન દ્વારા શૅર કરવામાં આવેલા કેટલાક વિડિયોમાં સારા ડાન્સ કરતી તેમ જ કાર્યક્રમમાં હાજર રહેવાનો પોતાનો અનુભવ વ્યક્ત કરતી નજરે પડે છે. સારાનું આ આધ્યાત્મિક પાસું જોઈને કંગના રનૌતે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં તેની પ્રશંસા કરી છે. કંગનાએ વિડિયો શૅર કરીને લખ્યું છે કે ‘અદ્ભુત યુવતી, સાચી અને મૂળિયાં સાથે જોડાયેલી. સારું કર, હું તારા માટે શુભેચ્છા રાખું છું.’

નવી હેરકટ કરાવીને ક્રિતી છે ખુશખુશાલ

ક્રિતી સૅનને હાલમાં નવી હેરકટ કરાવી છે અને એનાથી તે બહુ ખુશખુશાલ છે. ક્રિતીએ પોતાની આ નવી હેરસ્ટાઇલની તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી છે અને તેણે આ હેરકટને પોતાની જાત માટે એક થેરપી ગણાવી છે. આ તસવીરોમાં ક્રિતી લેયર્ડ કટ સાથે બૅન્ગ્સમાં ખૂબ જ ક્યુટ અને સુંદર લાગી રહી હતી.

Whatsapp-channel Whatsapp-channel

17 February, 2026 08:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK