Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સની દેઓલના જન્મદિવસે ચાહકોને મળી સૂર્યાના ટીઝરની સરપ્રાઇઝ ગિફ્ટ

સની દેઓલના જન્મદિવસે ચાહકોને મળી સૂર્યાના ટીઝરની સરપ્રાઇઝ ગિફ્ટ

Published : 20 October, 2026 11:40 AM | Modified : 20 October, 2026 01:03 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મનું ટીઝર શૅર કરતાં સનીએ લખ્યું હતું કે ‘તેમને લાગ્યું કે આ તેનો અંત છે, પણ સૂર્યા માટે તો આ માત્ર શરૂઆત છે. જુઓ, વિચારો, સતર્ક રહો અને કંઈક ખોટું થાય તો તેની સામે લડો.’ એક મિનિટ અને ૧૭ સેકન્ડના આ ટીઝરની શરૂઆતમાં સની દેઓલ કહે છે.

સની દેઓલના જન્મદિવસે મળી ગિફ્ટ

સની દેઓલના જન્મદિવસે મળી ગિફ્ટ


ગઈ કાલે સની દેઓલની ૬૯મી વર્ષગાંઠ હતી. સનીએ પોતાના જન્મદિવસે ચાહકોને ખાસ ભેટ આપી છે. આ દિવસે તેની આગામી ફિલ્મ ‘સૂર્યાઃ અંત સે આરંભ તક’નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં સની મેડિકલ જગતની અંદર રહેલી ખામીઓ સામે લડતો જોવા મળશે.

ફિલ્મનું ટીઝર શૅર કરતાં સનીએ લખ્યું હતું કે ‘તેમને લાગ્યું કે આ તેનો અંત છે, પણ સૂર્યા માટે તો આ માત્ર શરૂઆત છે. જુઓ, વિચારો, સતર્ક રહો અને કંઈક ખોટું થાય તો તેની સામે લડો.’ 
એક મિનિટ અને ૧૭ સેકન્ડના આ ટીઝરની શરૂઆતમાં સની દેઓલ કહે છે કે ‘એક વ્યક્તિ ડૉક્ટરને ભગવાન માને છે અને પોતાના જીવનની જવાબદારી તેમના હાથમાં સોંપી દે છે. પણ જો એ જ ડૉક્ટર વિશ્વાસઘાત કરે તો તે લાચાર વ્યક્તિ શું કરે? સામાન્ય બીમારીની સારવાર માટે જતા દરદીને પાંચ લાખ રૂપિયાનું બિલ પકડાવી દેવામાં આવે છે અને પચીસ ટેસ્ટ કરાવવામાં આવે છે. ત્યાં ડૉક્ટરો પ્રિસ્ક્રિપ્શન નહીં, પણ કમિશન લખે છે. આ બધું આપણે સહન કરી રહ્યા છીએ, પણ આખરે ક્યાં સુધી?’ સનીના ચાહકોને ફિલ્મનું ટીઝર ખૂબ પસંદ આવી રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

20 October, 2026 01:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK