Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફિલ્મ જંક્શન: આવતી કાલે આવી રહી છે વેલકમ ટુ ધ જંગલ

ફિલ્મ જંક્શન: આવતી કાલે આવી રહી છે વેલકમ ટુ ધ જંગલ

Published : 25 June, 2026 11:20 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અક્ષય કુમારને લીડ રોલમાં ચમકાવતી ‘વેલકમ ટુ ધ જંગલ’ આવતી કાલથી વિશ્વભરનાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે

વેલકમ ટુ ધ જંગલ

વેલકમ ટુ ધ જંગલ


અક્ષય કુમારને લીડ રોલમાં ચમકાવતી ‘વેલકમ ટુ ધ જંગલ’ આવતી કાલથી વિશ્વભરનાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. જો તમે આ ફિલ્મ વહેલી જોવા ઇચ્છતા હો તો એના પેઇડ પ્રિવ્યુઝ આજે સાંજે સાડાસાત વાગ્યાથી શરૂ થઈ જશે. આ મલ્ટી-સ્ટારર કૉમેડી ફિલ્મમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, પરેશ રાવલ, અર્શદ વારસી, દિશા પાટની અને જૅકલિન ફર્નાન્ડિસ જેવાં કલાકારો છે.
આ ફિલ્મની વાર્તાની શરૂઆત એક મોટા કૌભાંડથી થાય છે જેમાં ભારતની સૌપ્રથમ બે હજાર કરોડ રૂપિયાની નકલી ફિલ્મ બનાવવાનો પ્લાન ઘડવામાં આવે છે. આ વિચિત્ર અને જોખમી મિશન દરમ્યાન અતરંગી પાત્રોનું આખું જૂથ એક ગીચ અને અજાણ્યા જંગલમાં ખરાબ રીતે ફસાઈ જાય છે. આ જંગલમાં તેમનો સામનો ખતરનાક ગુનેગારો, જંગલી પ્રાણીઓ અને કુદરતી આફતો સાથે થાય છે. તેમની પાસે જંગલમાં જીવતા રહેવાની કોઈ આવડત હોતી નથી. છેવટે આ આખી ટોળકીએ પોતાની અંદરોઅંદરની લડાઈ ભૂલીને જંગલમાંથી જીવતા બહાર નીકળવા માટે એક થઈને કામ કરવું પડે છે.


Whatsapp-channel Whatsapp-channel

25 June, 2026 11:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK