રણબીરના કૅમિયો વિશે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ‘રણબીરની એન્ટ્રી ફિલ્મ માટે ખાસ સાબિત થશે કારણ કે પહેલી વખત રણબીર અને પ્રભાસ સ્ક્રીન-સ્પેસ શૅર કરશે. રણબીરનો કૅમિયો ‘સ્પિરિટ’ની વાર્તામાં એક મોટો ટર્નિંગ પૉઇન્ટ લાવશે.’
પ્રભાસ
પ્રભાસ અને તૃપ્તિ ડિમરી સ્ટારર સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘સ્પિરિટ’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મ વિશે લેટેસ્ટ માહિતી મળી છે કે એમાં એક મહત્ત્વના કૅમિયો માટે સંદીપ રેડ્ડી વાંગાએ પોતાની સુપરહિટ ફિલ્મ ‘ઍનિમલ’ના હીરો રણબીર કપૂરનો સંપર્ક કર્યો છે અને રણબીરને પણ આ રોલ ગમ્યો છે. રણબીરના કૅમિયો વિશે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ‘રણબીરની એન્ટ્રી ફિલ્મ માટે ખાસ સાબિત થશે કારણ કે પહેલી વખત રણબીર અને પ્રભાસ સ્ક્રીન-સ્પેસ શૅર કરશે. રણબીરનો કૅમિયો ‘સ્પિરિટ’ની વાર્તામાં એક મોટો ટર્નિંગ પૉઇન્ટ લાવશે.’


