Game Changer Teaser: 9 નવેમ્બરે દર્શકોને આ ફિલ્મની પ્રથમ ઝલક જોવા મળવાની છે. જે એક શાનદાર દ્રશ્ય હશે તેવી આશા છે.
ગેમ ચેન્જર ટીઝર પોસ્ટર
રામચરણના ફૅન્સ માટે દિવાળી પર ખુશખબરી આવી છે. ગ્લોબલ સ્ટાર રામ ચરણ અને નિર્દેશક શંકર દ્વારા તૈયાર કરવામાં આવેલ ફિલ્મગેમ ચેન્જર ને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમ તો શ્રી વેંકટેશ્વર ક્રિએશન્સ અને ઝી સ્ટૂડિયોઝના બેનર હેઠળ દિલ રાજુ અને સિરિશ દ્વારા નિર્મિત આ સિનેમેટિક માસ્ટરપીસ 10 જાન્યુઆરી, 2025ના રોજ તેલુગુ, તમિલ અને હિન્દી ભાષાઓમાં રીલીઝ થવા જનાર છે. હવે આ ફિલ્મના ટીઝરને લઈને અપડેટ (Game Changer Teaser) પણ સામે આવ્યા છે.
ક્યારે રીલીઝ થવાનું છે ટીઝર?
ADVERTISEMENT
અત્યારે રામચરણના ફેન્સ આવનાર ફિલ્મ જેમ ચેન્જર માટે ખૂબ જ ઉત્સાહિત જણાઈ રહ્યા છે. હવે આ ફિલ્મના ટીઝર (Game Changer Teaser)ને લઈને મહત્વના અપડેટ સામે આવ્યા છે. મિત્રો, 9 નવેમ્બરે દર્શકોને આ ફિલ્મની પ્રથમ ઝલક જોવા મળવાની છે. જે એક શાનદાર દ્રશ્ય હશે તેવી આશા છે. ટીઝર પોસ્ટર પરથી જ ફિલ્મની ભવ્યતા નમૂદાર થાય છે. અમ તો ટીઝરના પોસ્ટરે જ ચાહકોમાં ઉત્સાહ જગાવ્યો છે. ટીઝર પોસ્ટરમાં રામ ચરણનો આ અવતાર સૌને આકર્ષિત કરી રહ્યો છે. સંગીત નિર્દેશક પણ આ ફિલ્મને ઊંચાઈ બક્ષે છે.
રામ ચરણ માટે પણ જીવનની મોટી ફિલ્મ છે આ
Happy Diwali Folks ??
— Game Changer (@GameChangerOffl) October 31, 2024
Celebrate #GameChangerTeaser from Nov 9th ??#GameChanger In cinemas near you from 10.01.2025! pic.twitter.com/Y5pbNNftdu
Game Changer Teaser: આમ તો નિર્દેશક શંકર હંમેશા મોટામાં મોટા સિનેમેટિક અનુભવ માટે જાણીતા છે. હવે તેઓ રામ ચરણને એક એવી ભૂમિકા આપી છે જે તેની કરિયરને ફરીથી રીડિફાઇન કરશે, એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. કારણકે આ ફિલ્મ રામ ચરણના કરિયરની સૌથી મોટી ફિલ્મ બનવાની છે. થમન દ્વારા રચિત આ ફિલ્મનું સંગીત સારેગામા દ્વારા રિલીઝ કરવામાં આવી રહ્યું છે, આ ફિલ્મ પાસેથી આશાઓ પણ વધુ જ વધુ છે કારણ કે રાજામૌલીની RRR પછી આ રામચરણની પહેલી ફિલ્મ છે.
કોણ કોણ છે આ ફિલ્મમાં?
Game Changer Teaser: ફિલ્મ જેમ ચેન્જરની વાત કરવામાં આવે તો રામ ચરણની સાથે જ કિયારા અડવાણી, અંજલી, સમુથિરકાની, એસ.જે.સૂર્યા, શ્રીકાંત, સુનીલ અને નવિન ચંદ્ર જેવા કલાકારો પોતાના આગવા અભિનયના ઓજસ પાથરશે. શંકર શનમુગમ દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું નિર્માણ દિલ રાજુ અને સિરિશે કર્યું છે, આ આખી સ્ટોરીનું લેખન કાર્તિક સુબ્બરાજે, એસ.યુ.વેંકટેશ અને વિવેકે કર્યું છે. હર્ષિત સહ-નિર્માતા છે. છાયાંકન એસ.થિરુનાવુક્કરસુ દ્વારા કરવામાં આવ્યું છે, સંગીત એસ. થમન દ્વારા રચવામાં આવ્યું છે, અને સંવાદ સાઈ માધવ બુર્રા દ્વારા લખવામાં આવ્યા છે. લાઇન પ્રોડક્શનની દેખરેખ નરસિમ્હા રાવ એન. અને એસ.કે. જાબીર દ્વારા કરવામાં આવી છે, જ્યારે અવિનાશ કોલ્લા કલા નિર્દેશક છે. એક્શન કોરિયોગ્રાફી અનબરીવ દ્વારા કરવામાં આવી છે, જેમાં પ્રભુ દેવા, ગણેશ આચાર્ય, પ્રેમ રક્ષિત, બોસ્કો માર્ટિસ, જૉની અને સેંડી દ્વારા નિર્દેશિત નૃત્ય દ્રશ્યો છે. ગીતો રામજોગૈયા શાસ્ત્રી, અનંત શ્રીરામ અને કસરલા શ્યામે દ્વારા શબ્દાંકિત કરવામાં આવ્યા છે.