Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અમિત ઠાકરે માટે માહિમ બેઠક છોડશે સદા સરવણકર?

અમિત ઠાકરે માટે માહિમ બેઠક છોડશે સદા સરવણકર?

Published : 01 November, 2024 07:03 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમિત ઠાકરેને વિજયી બનાવવા માટે સહયોગ કરવો જોઈએ એવો મત દેવેન્દ્ર ફડણવીસે વ્યક્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. 

સદા સરવણકર

સદા સરવણકર


મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના ચીફ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેને પહેલી વખત વિધાનસભાની ચૂંટણીમાં ઉતારવામાં આવ્યો છે ત્યારે તેને વિજયી બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી (BJP) તમામ પ્રકારના પ્રયાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. માહિમની બેઠક પર અમિત ઠાકરે સામે ઉમેદવારી નોંધાવનારા શિવસેનાના સદા સરવણકરને ઉમેદવારી પાછી ખેંચવા માટે વિધાન પરિષદનું સભ્યપદ આપવાની ઑફર કરવામાં આવી હોવાની ચર્ચા છે. જોકે સદા સરવણકર આ ઑફર સ્વીકારે છે કે કેમ એના પર સૌની નજર રહેશે.


બુધવારે રાત્રે મહાયુતિના વરિષ્ઠ નેતા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તેમ જ બન્ને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારની બેઠક વર્ષા બંગલામાં થઈ હતી. આ બેઠક બાદ ત્રણેય નેતાઓએ જાહેર કર્યું હતું કે તેમના પક્ષમાં બળવો કરીને ઉમેદવારી નોંધવાનારા નેતાઓને મનાવવા માટેના પ્રયાસ કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જોકે આ બેઠકમાં સદા સરવણકરને માહિમ બેઠકની ઉમેદવારી પાછી ખેંચવા માટે સમજાવવા બાબતે વાતચીત થઈ હોવાનું કહેવાય છે.



લોકસભાની ચૂંટણીમાં રાજ ઠાકરેએ મહાયુતિને સમર્થન આપ્યું હતું એના બદલામાં મહાયુતિએ માહિમની બેઠક છોડીને રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેને વિજયી બનાવવા માટે સહયોગ કરવો જોઈએ એવો મત દેવેન્દ્ર ફડણવીસે વ્યક્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

01 November, 2024 07:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK