Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણેમાં હાઉસ-હેલ્પે બીમારીથી કંટાળીને આત્મહત્યા કરી

થાણેમાં હાઉસ-હેલ્પે બીમારીથી કંટાળીને આત્મહત્યા કરી

Published : 01 November, 2024 10:39 AM | Modified : 01 November, 2024 10:54 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

થાણેના ઘોડબંદર રોડ પર આવેલા હીરાનંદાની એસ્ટેટની પેલિકન સોસાયટીમાં ગઈ કાલે બપોરે બાવીસમા માળેથી ઝંપલાવીને ૪૫ વર્ષની દીક્ષા ધુલધુલેએ આત્મહત્યા કરી હોવાનું કાસારવડવલી પોલીસે જણાવ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


થાણેના ઘોડબંદર રોડ પર આવેલા હીરાનંદાની એસ્ટેટની પેલિકન સોસાયટીમાં ગઈ કાલે બપોરે બાવીસમા માળેથી ઝંપલાવીને ૪૫ વર્ષની દીક્ષા ધુલધુલેએ આત્મહત્યા કરી હોવાનું કાસારવડવલી પોલીસે જણાવ્યું હતું. દીક્ષા પેલિકન સોસાયટીમાં માલિશ કરવા આવતી હતી. ગઈ કાલે સવારે સાડાનવ વાગ્યે બાવીસમા માળે જઈને પહેલાં ગુટકા ખાધા અને પછી આત્મહત્યા કરી હતી. કાસારવડવલી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે આવી દીક્ષાને હૉસ્પિટલ લઈ ગઈ હતી, પણ ડૉક્ટરે તેને મૃત્યુ પામેલી જાહેર કરી હતી. કાસારવડવલીના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સુનીલ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દીક્ષા કિડનીની બીમારીથી પીડાતી હતી અને તેના દીકરાને પણ આંખમાં તકલીફ હતી. એ બધાથી કંટાળીને તેણે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિ​ક તપાસમાં બહાર આવ્યું છે.’


Whatsapp-channel Whatsapp-channel

01 November, 2024 10:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK