Harshvardhan Raneએ પોતાનો આનંદ વ્યક્ત કર્યો છે. હર્ષવર્ધન રાણે તો કહી ઊઠ્યો કે, "અંશુલ ગર્ગે મને જ્હોન વિકના નિર્માતાની યાદ અપાવી દીધી"
અંશુલ ગર્ગ
હાલમાં હર્ષવર્ધન રાણે (Harshvardhan Rane) અને સોનમ બાજવા સ્ટારર ફિલ્મ `એક દીવાને કી દિવાનિયત` બોક્સ ઓફિસ પર જબરી ધૂમ મચાવી રહી છે ત્યારે તમને એ પણ જણાવી દઈએ કે આ ફિલ્મ સાથે મ્યુઝીક જગતના અંશુલ ગર્ગે આ ફિલ્મ સાથે પ્રોડ્યુસર તરીકે ડેબ્યુ કરીને જબરી સફળતા મેળવી છે. આ જ સફળતા વિષે હર્ષવર્ધન રાણે (Harshvardhan Rane)એ પોતાનો આનંદ વ્યક્ત કર્યો છે. હર્ષવર્ધન રાણે તો કહી ઊઠ્યો કે, "આણે મને જ્હોન વિકના નિર્માતાની યાદ અપાવી દીધી"
ફિલ્મ `દીવાને કી દિવાનીય આ સિઝનમાં સૌથી સારી અને ધૂમ મચાવનારી ફિલ્મ રહી છે. આ ફિલ્મ સાથે જ સંગીતજગતના સમ્રાટ અંશુલ ગર્ગે નિર્માતા તરીકેની તેમની પ્રથમ પગલું માંડ્યું છે અને પ્રથમ પ્રયાસમાં જ સફળતા મેળવી છે. અંશુલ ગર્ગ નિર્મિત આ ફિલ્મે રિલીઝ થતાં જ થોડા જ દિવસોમાં ₹76 કરોડનો આંકડો પાર કરી લીધો છે અને આ ફિલ્મ બ્લોકબસ્ટર નની ગઈ છે. એમ કહેવામાં કોઈ જ ખોટું નથી. આ ફિલ્મની સફળતા પોતે જ બોલે છે કે તે કેટલી દમદાર છે. અભિનેત્રી સોનમ બાજવા સાથે આ ફિલ્મમાં કામ કરનાર અભિનેતા હર્ષવર્ધન રાણે (Harshvardhan Rane)એ આ ફિલ્મની સફળતાનો શ્રેય આપ્યો છે નિર્માતા અંશુલને. નિર્માતાને તેણે "બોલિવૂડનો બેસિલ ઇવાનિક" કહીને નવાજ્યો છે અને તેની સરખામણી જ્હોન વિક ફ્રેન્ચાઇઝી પાછળના હોલીવુડ નિર્માતા સાથે કરી છે જે બહુ જ મોટી વાત કહેવાય. કારણ કે જેમ બેસિલ ઇવાનિકે નાના પાયાની પણ સ્વતંત્ર એક્શન ફિલ્મને અબજો ડોલરની વૈશ્વિક શ્રેણીમાં ફેરવી દીધી હતી, તેવી જ રીતે અંશુલ ગર્ગે તેની પહેલી જ ફિલ્મ સાથે કંઈક નવતર પીરસીને ધમાલ સફળતા મેળવી છે. નવા પડકારો લેવા માટે જાણીતા અંશુલે એ જ મૂલ્યો પર `એક દીવાને કી દિવાનીયત` બનાવી છે.
ADVERTISEMENT
`એક દીવાને કી દિવાનીયત` સાથે ગર્ગે પ્રેક્ષકોને શું ગમે છે તેને સમજીને મોટા પડદા પર પ્રસ્તુત કર્યું છે. ફિલ્મના ચાર પ્રિ-રિલીઝ ટ્રેક ખૂબ જ સફળ રહ્યા હતા, જેમાં ટાઇટલ ગીતને રિલીઝ થતાં પહેલાં જ 60 મિલિયન વ્યૂઝ મળી ગયા હતા. આ એક સંગીત સંચાલિત માર્કેટિંગ માસ્ટરસ્ટ્રોક કહેવાય જેણે આ ફિલ્મને સોશિયલ મીડિયામાં ટ્રેન્ડમાં રાખી હતી. જોકે, આ ફિલ્મની સફળતા રિલીઝ સાથે પૂરી નથી થતી પણ, ભારતીય સિનેમા માટે પ્રથમ વખત હર્ષવર્ધન રાણેએ રિલીઝ પછીની રોડ ટ્રિપની શરૂઆત કરી હતી. તેમણે ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીની મુસાફરી કરીને ચાહકો સાથે મલાકાતો પણ કરી. આમ તેઓએ પ્રેક્ષકો સાથે સીધા કનેક્ટ થવાનું પસંદ કર્યું. આ થકી ફિલ્મના ઉન્માદમાં વધારો થયો અને આ ફિલ્મ આ સિઝનની સૌથી વધુ ચર્ચિત હિટ ફિલ્મોમાંની એક બની રહી.જ્હોન વિક સાથેની બેસિલ ઇવાનિકની સફરની જેમ અંશુલ ગર્ગની નિર્માતા તરીકેની શરૂઆત રોમાંચિત રહી. તેમણે તેમની વૃત્તિ, વાર્તા અને પ્રેક્ષકો પર વિશ્વાસ મૂક્યો જેથી પરિણામે એક એવી ફિલ્મ બની જે હૃદયસ્પર્શી અને સફળ રહી.
હર્ષવર્ધન રાણે (Harshvardhan Rane) કહે છે કે "અંશુલ સારી રીતે જાણે છે કે લોકો સુધી કેવી રીતે પહોંચી શકાય? તે પ્રેક્ષકોની નાડીને પારખી જાણે છે. તે તેમની ખૂબી છે" આમ, તેઓની આ પહેલી ફિલ્મ જ બ્લોકબસ્ટર થઇ હોવાથી અંશુલ ગર્ગે માત્ર બોલિવૂડમાં પ્રવેશ નથી મેળવ્યો પણ, તેમણે આધુનિક સમયના નિર્માતા કેવા હોવા જોઈએ? તે દુનિયાને બતાવી દીધું છે.


