હેમા માલિની કહે છે કે યોગ તેમની દૈનિક જીવનશૈલીનો મહત્ત્વનો ભાગ છે
હેમા માલિની
અભિનેત્રી અને રાજકારણી હેમા માલિની કહે છે કે યોગ તેમની દૈનિક જીવનશૈલીનો મહત્ત્વનો ભાગ છે અને એ જ તેમની સારી તંદુરસ્તીનું સૌથી મોટું રહસ્ય છે. હેમા માલિનીએ લોકોને યોગને પોતાના જીવનનો ભાગ બનાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે યોગ શરીરને ફિટ રાખવા માટે જ નહીં, માનસિક શાંતિ અને સકારાત્મકતા માટે પણ અત્યંત જરૂરી છે. હેમા માલિનીએ જણાવ્યું કે તેઓ દરરોજ યોગ કરે છે અને એને પોતાની દિનચર્યાનો અનિવાર્ય હિસ્સો માને છે. તેમણે પોતાનો અનુભવ જણાવતાં કહ્યું કે યોગ દ્વારા સ્વસ્થ શરીર સાથે ખુશમિજાજ મન પણ મેળવી શકાય છે.
