Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સોનુ સૂદને મળવા હૈદરાબાદથી મુંબઈ ઉઘાડા પગે પહોંચ્યો તેનો ચાહક વેન્કટેશ

સોનુ સૂદને મળવા હૈદરાબાદથી મુંબઈ ઉઘાડા પગે પહોંચ્યો તેનો ચાહક વેન્કટેશ

Published : 12 June, 2021 12:15 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘વેન્કટેશ મને મળવા માટે હૈદરાબાદથી મુંબઈ ઉઘાડા પગે ચાલીને આવ્યો છે. મેં તેના માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ કરી હતી. જોકે તેણે એ સ્વીકારી નહીં.

સોનુ સૂદને મળવા હૈદરાબાદથી મુંબઈ ઉઘાડા પગે પહોંચ્યો તેનો ચાહક વેન્કટેશ

સોનુ સૂદને મળવા હૈદરાબાદથી મુંબઈ ઉઘાડા પગે પહોંચ્યો તેનો ચાહક વેન્કટેશ


સોનુ સૂદને મળવા માટે તેનો એક પ્રશંસક વેન્કટેશ હૈદરાબાદથી મુંબઈ ઉઘાડા પગે પહોંચ્યો છે. તેના હાથમાં સોનુ સૂદનો ફોટો પણ છે. તેણે લગભગ ૭૦૦ કિલોમીટરનું અંતર ચાલીને કાપ્યું છે. સોનુ સૂદે તેનાં માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ કરી હતી, પરંતુ વેન્કટેશે ના પાડી દીધી હતી. સોનુ સૂદે દેશના જરૂરતમંદ લોકો માટે કરેલાં કાર્યોથી સૌકોઈ પ્રભાવિત છે. વેન્કટેશ સાથેનો ફોટો ટ્વિટર પર શૅર કરીને સોનુ સૂદે ટ્વીટ કર્યું હતું કે ‘વેન્કટેશ મને મળવા માટે હૈદરાબાદથી મુંબઈ ઉઘાડા પગે ચાલીને આવ્યો છે. મેં તેના માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ કરી હતી. જોકે તેણે એ સ્વીકારી નહીં. તે ખરેખર પ્રેરણાદાયી છે અને હું તેનાથી ખૂબ ખુશ થયો છું. તા.ક. આમ છતાં હું કોઈને પણ આવી તકલીફ લેવાની મનાઈ કરું છું.’


Whatsapp-channel Whatsapp-channel

12 June, 2021 12:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK