હાલમાં હૃતિક રોશન અને હૉલીવુડના ઍક્શનસ્ટાર જૅકી ચૅન વચ્ચે અમેરિકાના બેવર્લી હિલ્સમાં ખાસ મુલાકાત થઈ
હૃતિક રોશન અને હૉલીવુડ ઍક્શનસ્ટાર જૅકી ચૅન
હાલમાં હૃતિક રોશન અને હૉલીવુડના ઍક્શનસ્ટાર જૅકી ચૅન વચ્ચે અમેરિકાના બેવર્લી હિલ્સમાં ખાસ મુલાકાત થઈ. હકીકતમાં હૃતિક તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે વેકેશન ગાળવા અમેરિકા ગયો છે અને અહીં જ તેની મુલાકાત જૅકી ચૅન સાથે થઈ હતી. હૃતિકે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં જૅકી ચૅન સાથેની તસવીર પોસ્ટ કરી છે જેમાં બન્ને સ્ટાર્સના ચહેરા પર એકબીજાને મળવાની ખુશી દેખાઈ રહી છે.
હૃતિકે ગઈ કાલે સોશ્યલ મીડિયા પર જૅકી ચૅન સાથેની તસવીર પોસ્ટ કરીને કૅપ્શન લખી કે ‘આપને અહીં મળીને સારું લાગ્યું સર. મારાં તૂટેલાં હાડકાં તમારાં તૂટેલાં હાડકાંને સલામ કરે છે. ફૉરેવર ઍન્ડ ઑલ્વેઝ.’


