Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ૭ વર્ષ પહેલાં સલમાન સાથે શરૂ થયેલી ફિલ્મમાં હવે શાહરુખ?

૭ વર્ષ પહેલાં સલમાન સાથે શરૂ થયેલી ફિલ્મમાં હવે શાહરુખ?

Published : 19 April, 2026 11:17 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચર્ચા પ્રમાણે રોમૅન્ટિક સ્ટોરી ધરાવતો સંજય લીલા ભણસાલીનો આ પ્રોજેક્ટ હકીકતમાં ભાઈજાન અને આલિયા ભટ્ટને લઈને બનાવવા ધારેલી ઇન્શાલ્લાહ જ છે

શાહરુખ ખાન અને આલિયા ભટ્ટ

શાહરુખ ખાન અને આલિયા ભટ્ટ


૭ વર્ષ સુધી અનિશ્ચિત ભાવિનો સામનો કર્યા પછી ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની રોમૅન્ટિક ફિલ્મ ‘ઇન્શાલ્લાહ’ ફરીથી શરૂ થાય એવી ચર્ચા છે. આ વખતે ફિલ્મના મુખ્ય કલાકારોમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. શરૂઆતમાં આ ફિલ્મમાં સલમાન ખાન અને આલિયા ભટ્ટને સાઇન કરવામાં આવ્યાં હતાં અને શૂટિંગની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ હતી. જોકે સર્જનાત્મક મતભેદને કારણે ફિલ્મ અચાનક બંધ થઈ ગઈ હતી. રિપોર્ટ્‌સ મુજબ હવે આ પ્રોજેક્ટ ફરી જીવંત થઈ રહ્યો છે અને એમાં મુખ્ય ભૂમિકા માટે શાહરુખ ખાનને લેવામાં આવી શકે છે, જ્યારે હિરોઇન તરીકે આલિયા આ ફિલ્મમાં યથાવત્ રહેશે. મળતી માહિતી પ્રણાણે ‘ઇન્શાલ્લાહ’ એક અનોખી મૅચ્યોર પ્રેમકથા છે જેમાં ૪૦ વર્ષની વ્યક્તિની ૨૦ વર્ષની યુવતી સાથેની રિલેશનશિપ દેખાડવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

19 April, 2026 11:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK