TIFF 2025માં પીપલ્સ ચૉઇસ અવૉર્ડ્સમાં આ ફિલ્મ સેકન્ડ રનરઅપ રહી છે
આ ફિલ્મ ભારતમાં ૨૬ સપ્ટેમ્બરે રિલીઝ થશે
ઈશાન ખટ્ટર, જાહ્નવી કપૂર અને વિશાલ જેઠવાને ચમકાવતી ફિલ્મ ‘હોમબાઉન્ડ’ને ટૉરોન્ટો ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF)માં પીપલ્સ ચૉઇસ અવૉર્ડ મળ્યો છે. TIFF 2025માં પીપલ્સ ચૉઇસ અવૉર્ડ્સમાં આ ફિલ્મ સેકન્ડ રનરઅપ રહી છે અને હવે આ ફિલ્મ ભારતમાં ૨૬ સપ્ટેમ્બરે રિલીઝ થશે.
ફિલ્મના પ્રોડ્યુસર કરણ જોહરે ‘હોમબાઉન્ડ’ની સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરી છે. તેણે પોતાની સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે ‘પીપલ્સ ચૉઇસ અવૉર્ડ ખૂબ જ ખાસ છે. અમારી ફિલ્મ ‘હોમબાઉન્ડ’માં એક એવી વાર્તા છે જેના પર અમે બધા ખૂબ ગર્વ અનુભવીએ છીએ. એ ફિલ્મને વિશ્વભરમાં વખાણવામાં આવી છે. આ ફિલ્મે ભાષાની અડચણોને પાર કરીને બધાનો પ્રેમ મેળવ્યો છે એ ખરેખર આશ્ચર્યજનક બાબત છે. અમને આ મંચ આપવા બદલ ટૉરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલનો ખૂબ-ખૂબ આભાર. ફિલ્મ ‘હોમબાઉન્ડ’ની આખી ટીમને અભિનંદન. આ તો બસ શરૂઆત છે. ડિરેક્ટર નીરજ ઘાયવાન, અમને આ ફિલ્મનો ભાગ બનાવવાની તક આપવા બદલ તમારો આભાર.’

