જૅકલિનના પંડાલના આ ફોટો અને વિડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થયા.
જૅકલિન ફર્નાન્ડિસ અને નુશરત ભરૂચા
ગણેશોત્સવના પહેલા જ દિવસે જૅકલિન ફર્નાન્ડિસ લાલબાગચા રાજાના પંડાલમાં પહોંચી હતી. આ સમયે તેણે પરંપરાગત વસ્ત્રો પહેર્યાં હતાં અને દર્શન કરતી વખતે દુપટ્ટો માથે ઓઢવાનું પસંદ કર્યું હતું. જૅકલિનના પંડાલના આ ફોટો અને વિડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થયા. આ સમયે ઍક્ટ્રેસ અવનીત કૌરે પણ તેને કંપની આપી હતી. જૅકલિન સિવાય નુશરત ભરૂચાએ પણ લાલબાગચા રાજાનાં દર્શન કર્યાં હતાં.

