એશિયા કપનાં ૪૩ વર્ષોમાં માત્ર સાઉથ કોરિયા, ભારત અને પાકિસ્તાને જ જીત્યાં છે ટાઇટલ : ભારતીય ટીમ ચીન સામે કરશે પોતાના અભિયાનની શરૂઆત
મેન્સ હોકી એશિયા કપની ટ્રોફી સાથે હરમનપ્રીત સિંહ સહિત આઠ ટીમના કૅપ્ટન્સ.
આજથી બિહારના રાજગીર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં બારમો મેન્સ હૉકી એશિયા કપ શરૂ થશે. એશિયાની ૮ ટીમ વચ્ચેની આ ટુર્નામેન્ટનો ફાઇનલ જંગ ૭ સપ્ટેમ્બરે થશે. ચૅમ્પિયન ટીમ આગામી વર્ષે બેલ્જિયમ અને નેધરલૅન્ડ્સમાં આયોજિત હૉકી વર્લ્ડ કપમાં ડાયરેક્ટ એન્ટ્રી મેળવશે, જ્યારે બેથી છઠ્ઠા ક્રમની ટીમ વર્લ્ડ કપ ક્વૉલિફાયર રમશે.
૧૯૮૨થી શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ સૌથી વધુ ૮ વખત ફાઇનલ મૅચ રમી છે.
ADVERTISEMENT
કયા ગ્રુપમાં કઈ ટીમ?
ગ્રુપ A : ભારત, ચીન, જપાન, કઝાખસ્તાન
ગ્રુપ B : સાઉથ કોરિયા, મલેશિયા, બંગલાદેશ, ચાઇનીઝ તાઇપેઇ
ભારતીય હૉકી ટીમનું શેડ્યુલ
૨૯ આૅગસ્ટ : ચીન સામે બપોરે ૩ વાગ્યે
૩૧ આૅગસ્ટ : જપાન સામે બપોરે ૩ વાગ્યે
૧ સપ્ટેમ્બર : કઝાખસ્તાન સામે સાંજે ૭.૩૦ વાગ્યે
એશિયા કપની ચૅમ્પિયન ટીમો
સાઉથ કોરિયા : પાંચ વખત (૧૯૯૪, ૧૯૯૯, ૨૦૦૯, ૨૦૧૩, ૨૦૨૨)
ભારત : ત્રણ વખત (૨૦૦૩, ૨૦૦૭, ૨૦૧૭)
પાકિસ્તાન : ત્રણ વખત (૧૯૮૨, ૧૯૮૫, ૧૯૮૯)

