ચણાના લોટ, સાકર, દૂધ અને માવામાંથી બનેલો આ મોદક બાપ્પાને અર્પણ કરાયા બાદ પ્રસાદ તરીકે વહેંચવામાં આવ્યો હતો.
ગિરગાવચા રાજાને વિશ્વનો સૌથી મોટો ૮૦૦ કિલોનો મોદક ધરાવવામાં આવ્યો
ગણેશોત્સવની શરૂઆત થતાં જ ભક્તો બાપ્પાને ગમતી વસ્તુઓ અર્પણ કરીને તેમને પ્રસન્ન કરવાની તૈયારીમાં લાગી જાય છે. આવું જ કંઈક મુંબઈના ખૂબ જાણીતા ગિરગાવચા રાજાને અર્પણ કરવામાં આવ્યું હતું. ગિરગાવચા રાજા મંડળ દ્વારા ફૉર્ચ્યુન ગ્રુપની મદદથી બાપ્પાને ગણેશ ચતુર્થીના રોજ ૮૦૦ કિલોનો વિશાળકાય મોદક ધરાવવામાં આવ્યો હતો. આ મોદક પરંપરાગત સામગ્રીનો ઉપયોગ કરીને બનાવાયેલો વિશ્વનો સૌથી મોટો મોદક છે એવી નોંધ વર્લ્ડ રેકૉર્ડ બુક ઑફ ઇન્ડિયાએ લીધી હતી. ચણાના લોટ, સાકર, દૂધ અને માવામાંથી બનેલો આ મોદક બાપ્પાને અર્પણ કરાયા બાદ પ્રસાદ તરીકે વહેંચવામાં આવ્યો હતો.

