સ્કૂલના પ્રિન્સિપાલ અને રેસિડેન્શિયલ સ્કૂલના સ્ટાફ સામે કારણદર્શક નોટિસ બહાર પડી છે કે કોઈ કિશોરી સાથે શું થઈ રહ્યું છે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
કર્ણાટકના યાદગિર જિલ્લામાં એક સરકારી રેસિડેન્શિયલ સ્કૂલના વૉશરૂમમાં નવમા ધોરણમાં ભણતી એક છોકરીની ડિલિવરી થઈ હતી અને તેણે એક દીકરાને જન્મ આપ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ સ્કૂલ-પ્રશાસને છોકરી અને નવજાત બાળકને શાહાપુર ગવર્નમેન્ટ હૉસ્પિટલમાં દાખલ કર્યાં હતાં. અહીં મા અને બાળક બન્નેનું સ્વાસ્થ્ય સ્ટેબલ છે. બુધવારે મોડી સાંજે બનેલી આ ઘટના ગુરુવારે જાહેર થઈ હતી અને સ્કૂલમાં આવી ઘટના કેમ ઘટી એ વિશેની તપાસ હાથ ધરાઈ છે. સ્કૂલના પ્રિન્સિપાલ અને રેસિડેન્શિયલ સ્કૂલના સ્ટાફ સામે કારણદર્શક નોટિસ બહાર પડી છે કે કોઈ કિશોરી સાથે શું થઈ રહ્યું છે એ બાબતે આટલા લાંબા સમય સુધી બેકાળજી કેમ રાખવામાં આવી?

