Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જયદીપે અંધેરીમાં ખરીદ્યો ૧૦ કરોડનો ફ્લૅટ

જયદીપે અંધેરીમાં ખરીદ્યો ૧૦ કરોડનો ફ્લૅટ

Published : 05 June, 2025 07:37 AM | Modified : 06 June, 2025 07:00 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાલમાં જયદીપે મુંબઈમાં પોતાનું ઘર ખરીદીને એક સપનું પૂરું કર્યું છે.

જયદીપ અહલાવત

જયદીપ અહલાવત


જયદીપ અહલાવતની ગણતરી બૉલીવુડના ટૅલન્ટેડ કલાકાર તરીકે થાય છે. હાલમાં જયદીપે મુંબઈમાં પોતાનું ઘર ખરીદીને એક સપનું પૂરું કર્યું છે. હરિયાણાના રહેવાસી જયદીપે મુંબઈના અંધેરી-વેસ્ટ વિસ્તારમાં ૧૦ કરોડ રૂપિયાનો ફ્લૅટ ખરીદી લીધો હોવાના રિપોર્ટ છે. 


આ પ્રૉપર્ટી આ વિસ્તારના એક રેસિડેન્શિયલ પ્રોજેક્ટ પૂર્ણા અપાર્ટમેન્ટમાં છે. એનો કાર્પેટ એરિયા ૧૯૫૦ સ્ક્વેર ફીટ અને બિલ્ટ-અપ એરિયા ૨૧૭.૪૭ સ્ક્વેર મીટર છે. એની સાથે ૪ કાર-પાર્કિંગ એરિયા પણ સામેલ છે. આ પ્રૉપર્ટીની ડીલમાં રજિસ્ટ્રેશનના ૬૦ લાખ રૂપિયાની સ્ટૅમ્પ-ડ્યુટી ફી અને ૩૦,૦૦૦ રૂપિયાની વધારાની રજિસ્ટ્રેશન ફીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જયદીપે જે વિસ્તારમાં ફ્લૅટ ખરીદ્યો છે એની ખાસ વાત એ છે કે એ વિસ્તાર વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, લિન્ક રોડ અને એસ. વી. રોડ સહિત ઘણા મુખ્ય રસ્તાઓ દ્વારા સારી રીતે જોડાયેલો છે.


Whatsapp-channel Whatsapp-channel

06 June, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK