Jim Sarbh’s `Next Please`: ‘નેક્સ્ટ, પ્લીઝ’ શૉર્ટ ફિલ્મ, જેમાં જિમ સરભ અને શ્રેયા ધનવંતરી મુખ્ય ભૂમિકામાં છે. વર્ચુઅલ રિયાલિટી અને ટૅક્નોલૉજી દ્વારા આ ફિલ્મ આધુનિક સંબંધોની નવી વ્યાખ્યા આપે છે, જ્યાં પ્રેમ અને હકીકતની સીમાઓ ધૂંધળી બની જાય છે
`નેક્સ્ટ, પ્લીઝ`નું પોસ્ટર, જિમ સર્ભ
કી હાઇલાઇટ્સ
- VR ડેટિંગ દ્વારા આધુનિક રોમેન્સની અનોખી રજૂઆત
- જિમ સર્ભ અને શ્રેયા ધનવંતરીની શાનદાર પરફોર્મન્સ
- ટૅક્નોલૉજી પ્રેમ અને હકીકતની હદોને અસ્પષ્ટ કરે
જિમ સર્ભ અને શ્રેયા ધનવંતરી સ્ટારર શૉર્ટ ફિલ્મ `નેક્સ્ટ, પ્લીઝ` રોમેન્સ અને ડેટિંગની દુનિયાને વર્ચુઅલ રિયાલિટીના નવા દ્રષ્ટિકોણથી રજૂ કરશે. જે દુનિયામાં ડેટિંગ એક્સપેક્ટેશન્સ, ઉત્સાહ અને નિરાશાના અંતહીન ચક્રની જેમ લાગતી હોય, ત્યાં રૉયલ સ્ટેગ બેરલ સિલેક્ટ શૉર્ટ્સ અને ચૈતન્ય તમ્હાને `નેક્સ્ટ, પ્લીઝ` દ્વારા જે વર્ચુઅલ રિયાલિટી (VR)ના લેન્સથી આધુનિક સંબંધો પર એક અનોખું દ્રષ્ટિકોણ રજૂ કરે છે. જિમ સર્ભ ફિલ્મમાં બાર માલિકની ભૂમિકામાં તો શ્રેયા ધનવંતરી અર્પિતા તરીકે ફિલ્મમાં જોવા મળવાની છે. આ ફિલ્મ દર્શકોને એવી દુનિયામાં લઈ જાય છે, જ્યાં ટૅક્નોલૉજી રોમેન્સને આકાર આપે છે અને હકીકત અને ભ્રમની સીમાઓ અસ્પષ્ટ બને છે. આ ફિલ્મને ઋષવ કપૂર દ્વારા ડિરેકટ કરવામાં આવી છે.
અર્પિતા જેને પ્રેમમાં વિશ્વાસ નથી, વિનય પણ એવો જ શખ્સ છે જેને પ્રેમ પર શંકા છે. આ બન્ને એક એવી ડેટિંગ એપ પર મળે છે જ્યાં અર્પિતા એ ઍપના હેડસેટ ન કાઢવાના નિયમને તોડે છે અને તેની સામે એવી હકીકત આવે છે જેનો સામનો કરવો તેને માટે અઘરો છે.
આ ફિલ્મમાં સિનેમેટોગ્રાફી અને ડિઝાઈનિંગ એટલું સરસ કરવામાં આવ્યું કે તેને 100માંથી 100 માર્ક આપી શકાય. આ શૉર્ટ ફિલ્મમાં એવું વિશ્વ બતાવવામાં આવ્યું છે જેમાં ટેક્નોલૉજી મનુષ્યને સંબંધો બાંધવામાં મદદરૂપ થાય છે તો ક્યાંક પડકારજનક પણ સાબિત થઈ જાય છે. ફિલ્મની VR-આધારિત સેટિંગ ખૂબ ધ્યાનથી ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં દરેક સ્થળનું નિરુપણ એ હકીકત છે કે ભ્રમ તેના વિશેનું અંતર શોધવું કે સમજવું અઘરું થઈ પડે છે. આ ફિલ્મમાં વર્ચ્યુઅલ અનુભવને એટલો બધો સચોટ બનાવ્યો છે કે રિયાલિટી એક વાર માટે તમને ભ્રમ લાગી જાય.
ADVERTISEMENT
ફિલ્મમાં જાણીતા સંગીતકાર મદન મોહનનું બે દાયકાથી વધુ સમય પછી પહેલી વાર ઓરિજિનલ ગીત સાંભળવા મળશે.
પોતાના રોલ વિશે વાત કરતાં જિમ સર્ભે કહ્યું, "VR દ્વારા પ્રેમનો વિચાર માત્ર રસપ્રદ જ નથી, પણ થોડો ખલેલ પહોંચાડે એવો પણ છે. ટૅક્નોલૉજી હવે સંબંધો પર એવો પ્રભાવ પાડે છે કે હકીકત અને ભ્રમ વચ્ચેની જે રેખા છે એ ઓગાળી રહી છે. મને VR ડેટિંગ બારનો ખ્યાલ આકર્ષિત કરતો હતો - તે એક નવા, અણધાર્યા સ્વરૂપમાં જૂના જમાનાના રોમેન્સ જેવું છે. તે કાચું અને અવ્યવસ્થિત છે, જેની આપણે ટૅક્નોલૉજી પાસેથી ઘણીવાર એક્સપેક્ટેશન રાખતા નથી. હું દર્શકોને પ્રેમના આ નવા સ્વરૂપનો અનુભવ કરાવવા માટે ઉત્સાહિત છું.
‘નેક્સ્ટ, પ્લીઝ’ના લેખક અને નિર્માતા ચૈતન્ય તમ્હાને કહ્યું, “આજના યુગમાં, જ્યાં વર્ચુઅલ અનુભવ હ્યૂમન કનેક્શનની હદોને ઝાંખી કરી રહ્યા છે, ‘નેક્સ્ટ, પ્લીઝ’ આધુનિક રોમેન્સના વિકાસની રજૂઆત કરે છે. શું ટૅક્નોલૉજી આપણને નજીક લાવી રહી છે કે આપણે ડિજિટલ ભ્રમમાં ખોવાઈ રહ્યા છીએ? આ ફિલ્મની વાર્તા આપણને પ્રેમ, નિકટતા અને રિયાલિટીમાં જીવવાનો ખરેખર શું અર્થ છે તેના વિશે ફરી વિચારવાનો પડકાર આપે છે.
ફિલ્મના દિગ્દર્શક ઋષવ કપૂરે ફિલ્મના વિષય પર વાત કરતાં કહ્યું, “આધુનિક પ્રેમ આધુનિક સુવિધાઓથી પ્રભાવિત થયો છે. હું હંમેશા સામે વાળી વ્યક્તિની ઉદારતાથી આકર્ષિત થયો છું – પ્રેમ આપણને સાચા સ્વરૂપમાં રહેવા માટે પ્રેરિત કરે છે. સોશિયલ મીડિયા અને વર્ચ્યુઅલ રિયાલિટીથી ઘેરાયેલા રહેતા ઑથેન્ટિક રહેવું આજે પહેલા કરતાં વધુ મુશ્કેલ બની ગયું છે. ‘નેક્સ્ટ, પ્લીઝ’ પ્રેક્ષકોને આજના ડિજિટલ યુગમાં સંબંધો કેટલા સાચા છે તે વિચારવા માટે મજબૂર કરે છે. તીક્ષ્ણ લેખનશૈલી, સુંદર અભિનય અને વિચારપ્રેરક દિગ્દર્શન સાથે આ ફિલ્મ ખાસ કરીને એ લોકો માટે છે જેમણે ડેટિંગના દરમિયાનના અપ્સ એન્ડ ડાઉન્સ જોયા છે.