મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના ઇસ્લામપુરનું નામ ગઈ કાલે સત્તાવાર રીતે ઈશ્વરપુર કરી દેવામાં આવ્યું હતું. આ બાબતે ગઈ કાલે મહારાષ્ટ્ર સરકારે એક ગૅઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું હતું
દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના ઇસ્લામપુરનું નામ ગઈ કાલે સત્તાવાર રીતે ઈશ્વરપુર કરી દેવામાં આવ્યું હતું. આ બાબતે ગઈ કાલે મહારાષ્ટ્ર સરકારે એક ગૅઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું હતું. નોટિફિકેશનમાં જણાવ્યા પ્રમાણે હવેથી ઇસ્લામપુરનું ઈશ્વરપુર કરવા ઉપરાંત ઇસ્લામપુર નગર પરિષદનું નામ ઉરુણ ઈશ્વરપુર નગર પરિષદ કરવામાં આવ્યું છે. થોડા સમય પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્ય સરકારના નામ બદલવાના આ પ્રસ્તાવને મંજૂર કર્યો હતો. ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે જ ભારતના પોસ્ટ વિભાગ અને રેલવે વિભાગને એમના તમામ રેકૉર્ડ્સમાં પણ ઇસ્લામપુર શહેરનું નામ બદલીને ઈશ્વરપુર તરીકે અપડેટ કરવાની સૂચના આપવામાં આવી હતી. નોંધનીય છે કે વરસોથી સ્થાનિક લોકોની માગણી હતી કે શહેરનું નામ બદલીને ઈશ્વરપુર કરવામાં આવે.


