ફેસ્ટિવલ સીઝન અને GST સુધારાને કારણે ગયા વર્ષ કરતાં ટ્રાન્ઝૅક્શનની સંખ્યામાં પચીસ ટકાનો અને રકમમાં ૧૬ ટકાનો વધારો નોંધાયો
પ્રતીકાત્મક તસવીર
દેશમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) યુઝર્સની સંખ્યા અને ટ્રાન્ઝૅક્શન્સની રકમ દિવસે-દિવસે વધી રહી છે. નૅશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI)એ તાજેતરમાં જાહેર કરેલા ડેટા પ્રમાણે ઑક્ટોબરમાં UPI ટ્રાન્ઝૅક્શનની સંખ્યામાં પચીસ ટકાનો વધારો જોવા મળ્યો હતો. એનું મુખ્ય કારણ ફેસ્ટિવલ સીઝન અને GST સુધારા હતા.
આ ડેટા પ્રમાણે ઑક્ટોબરમાં ૨૦.૭૦ અબજ UPI ટ્રાન્ઝૅક્શન થયાં હતાં. ટ્રાન્ઝૅક્શનની રકમ ગયા વર્ષની સરખામણીમાં ૧૬ ટકા વધીને ૨૭.૨૮ લાખ કરોડ રૂપિયા રહી હતી. ઍવરેજ ડેઇલી ટ્રાન્ઝૅક્શનની સંખ્યા ૬૬ કરોડ ૮૦ લાખ રહી હતી અને ઍવરેજ ડેઇલી ટ્રાન્ઝૅક્શનની રકમ ૮૭,૯૯૩ કરોડ રૂપિયા રહી હતી.


