ગઈ કાલે સિંગર જુબિન નૌટિયાલે મધ્ય પ્રદેશમાં ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં બાબા મહાકાલનાં દર્શન કર્યાં હતાં તેમ જ ગાયક કૈલાશ ખેરે મધ્ય પ્રદેશના મંદસૌરમાં પશુપતિનાથ મંદિરમાં દર્શન કર્યાં હતાં. આ બન્ને ગાયકોના મંદિરમાં દર્શન કરતા વિડિયો ચર્ચામાં છે.
જુબિન નૌટિયાલે બાબા મહાકાલનાં તેમ જ કૈલાસ ખેરે મંદસૌરના પશુપતિનાથ મંદિરનાં કર્યાં દર્શન
ગઈ કાલે સિંગર જુબિન નૌટિયાલે મધ્ય પ્રદેશમાં ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં બાબા મહાકાલનાં દર્શન કર્યાં હતાં તેમ જ ગાયક કૈલાશ ખેરે મધ્ય પ્રદેશના મંદસૌરમાં પશુપતિનાથ મંદિરમાં દર્શન કર્યાં હતાં. આ બન્ને ગાયકોના મંદિરમાં દર્શન કરતા વિડિયો ચર્ચામાં છે.
જુબિન નૌટિયાલે મહાકાલેશ્વર મંદિરમાં નંદી હૉલમાં બેસીને બાબા મહાકાલની ભક્તિ કરી હતી તેમ જ પ્રસિદ્ધ ભસ્મઆરતીમાં પણ ભાગ લીધો. જુબિને આ દરમ્યાન એક ભજન પણ ગાયું હતું અને ચાહકોનાં મન જીતી લીધાં હતાં.
ADVERTISEMENT
કૈલાશ ખેરે મંદસૌરમાં આવેલા પશુપતિનાથ મંદિરમાં દર્શન કર્યાં હતાં અને ત્યાં યોજાઈ રહેલા મેળામાં હાજરી આપીને પર્ફોર્મન્સ આપ્યો હતો. કૈલાસ ખેરે આ મુલાકાત વિશે કહ્યું હતું કે ‘મંદસૌર આવવાનું મારા માટે ખૂબ આનંદની ક્ષણ છે. આ મેળો બહુ ઐતિહાસિક છે. પ્રશાસન અને મેળા સમિતિ ઇચ્છતી હતી કે અમે અહીં આવીને પ્રસ્તુતિ આપીએ અને આ વખતે એ શક્ય બન્યું.’