ભારતીય સેનાએ ત્રણ લેયરવાળા કૉમ્બૅટ યુનિફૉર્મની પેટન્ટ મેળવી લીધી
ફાઇલ તસવીર
ભારતીય સેનાએ કૉમ્બૅટ યુનિફૉર્મ માટે સત્તાવાર રીતે પેટન્ટ મેળવી લીધી છે. એનાથી હવે સુનિશ્ચિત થઈ ગયું છે કે હવે આ વર્દીની નકલ કોઈ નહીં કરી શકે. આર્મીનો આ નવો યુનિફૉર્મ અનેક રીતે ખાસ અને ઉચ્ચ ગુણવત્તાવાળો છે જેને ડિજિટલી તૈયાર કરવામાં આવ્યો છે. પેટન્ટ મળ્યા પછી હવે એની કૉપી કરનારાઓ પર કાનૂની કાર્યવાહી થશે.
૨૦૨૫ના જાન્યુઆરીમાં સેનાએ ડિજિટલ પ્રિન્ટવાળા નવો કૉમ્બૅટ યુનિફૉર્મ લૉન્ચ કર્યો હતો. એ પછી એની ડિઝાઇનને ટ્રેડમાર્ક માટે મોકલવામાં આવી હતી. ટ્રેડમાર્ક વેરિફિકેશનમાં એ સ્થાપિત થઈ ગયું કે આ યુનિફૉર્મની પૂરી ડિઝાઇન હવે કાયદાકીય રીતે ભારતીય સેનાની સંપત્તિ છે. આ ટ્રેડમાર્ક પેટન્ટ થવાની સાથે લોકોને એ પણ ચેતવણી આપવામાં આવી હતી કે જો કોઈ સંસ્થા કે વ્યક્તિ આ ડિઝાઇનની ગેરકાનૂની કૉપી કરશે, વેચશે કે વાપરશે તો એની સામે પેટન્ટ અધિનિયમ ૧૯૭૦ અંતર્ગત સખત કાર્યવાહી થશે.


