Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હું દરરોજ ભગવાનનો આભાર માનું છું કે તું મારી છે

હું દરરોજ ભગવાનનો આભાર માનું છું કે તું મારી છે

Published : 21 April, 2026 11:58 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દીકરી નિસાની ૨૩મી વર્ષગાંઠે અજય દેવગન અને કાજોલે સોશ્યલ મીડિયા પર ઠાલવી પોતાની લાગણી

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


નિસા દેવગને ગઈ કાલે પોતાની ૨૩મી વર્ષગાંઠ પરિવાર અને ચાહકોના પ્રેમ વચ્ચે ઊજવી હતી. એ દિવસે પપ્પા અજય દેવગન અને મમ્મી કાજોલે સોશ્યલ મીડિયા પર પોતાના અનોખા અને ભાવનાત્મક અંદાજમાં દીકરીને શુભેચ્છા આપી હતી.

અજય દેવગને આ અવસરે નિસાના બાળપણની તસવીરો શૅર કરી હતી. એક તસવીરમાં નિસા પાર્ટીમાં સ્મિત કરતી જોવા મળે છે જ્યારે બીજી તસવીરમાં કાજોલ અને નાનકડી નિસા વચ્ચેનું પ્રેમાળ બૉન્ડિંગ જોવા મળે છે. આ પોસ્ટ સાથે અજયે લખ્યું હતું, ‘તારું આ સ્મિત જ મને હંમેશાં યાદ રહે છે. તું હંમેશાં આવી જ ખુશી સાથે સ્મિત કરતી રહેજે. હૅપી બર્થ-ડે મારી નાની દીકરી.’
કાજોલે પણ આ દિવસને ખાસ બનાવતાં નિસા સાથેની સુંદર તસવીરો શૅર કરીને પોતાની લાગણી વ્યક્ત કરતાં લખ્યું હતું, ‘હું ખૂબ ધન્ય છું. તારા જન્મ સાથે જ મારી દુનિયા બદલાઈ ગઈ. હું દરરોજ ભગવાનનો આભાર માનું છું કે તું મારી છે.’



કાજોલે પોસ્ટ કર્યો દીકરી નિસા દેવગનની ૨૩મી વર્ષગાંઠના સેલિબ્રેશનનો વિડિયો


અજય દેવગન અને કાજોલની દીકરી નિસા દેવગનની ગઈ કાલે ૨૩મી વર્ષગાંઠ હતી. કાજોલ પોતાની દીકરીના બર્થ-ડે સેલિબ્રેશનને લઈને બહુ ઉત્સાહી હતી એટલે તેણે સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કર્યો છે જેમાં નિસાના બર્થ-ડે સેલિબ્રેશનની ઝલક જોવા મળી રહી છે. આ વિડિયોમાં એક કપમાં આઇસક્રીમ છે અને એના પર ‘હૅપી બર્થ-ડે’ લખેલું છે. એની સાથે એક કૅન્ડલ પણ લગાવવામાં આવી છે. આ વિડિયો સાથે કાજોલે કૅપ્શન લખી છે કે ‘...અને સેલિબ્રેશન શરૂ થઈ ગયું છે.’


Whatsapp-channel Whatsapp-channel

21 April, 2026 11:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK