કાજોલે નિસાની કરીઅર-ચૉઇસ વિશે સ્પષ્ટતા કરી
કાજોલ, નિસા
કાજોલ અને અજય દેવગન બૉલીવુડના લોકપ્રિય સ્ટાર્સ છે પણ તેમની દીકરી નિસાનો ફિલ્મોમાં કામ કરવાનો કોઈ ઇરાદો નથી. તાજેતરમાં ચર્ચા હતી કે નિસા બૉલીવુડમાં એન્ટ્રી કરવાની છે. જોકે કાજોલે એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટતા કરી દીધી છે કે નિસા બૉલીવુડમાં નહીં જ આવે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં દીકરીની કરીઅર વિશે વાત કરતાં કાજોલે કહ્યું, ‘મારી દીકરી બાવીસ વર્ષની થઈ ગઈ છે અને તે પોતાના વિચારોના મામલે બહુ સ્પષ્ટ છે. તેણે બૉલીવુડમાં કામ ન કરવાનો નિર્ણય લઈ લીધો છે. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના પોતાના ફાયદા અને ગેરફાયદા બન્ને છે. જ્યારે તમે ફિલ્મી દુનિયામાં પ્રવેશો છો ત્યારે દરેક પગલે તમારી કસોટી થશે. કેટલીક વાર તમે ખરાબ, હાસ્યાસ્પદ અને ભયાનક દૌરમાંથી પણ પસાર થાઓ છો, પરંતુ આ કરીઅર-જર્નીનો ભાગ છે. આ એવી વસ્તુઓ છે જેનો દરેક વ્યક્તિ સામનો કરે છે અને એના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી હોતો.’

