Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કલ્કિ 2898 ADમાં કમલ હાસનને ફીના મળ્યા હતા એક દિવસના ૧૫ કરોડ રૂપિયા

કલ્કિ 2898 ADમાં કમલ હાસનને ફીના મળ્યા હતા એક દિવસના ૧૫ કરોડ રૂપિયા

Published : 09 March, 2026 12:48 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મના પ્રોડ્યુસરે ખુલાસો કર્યો છે કે ૧૦ દિવસના કામ બદલ ઍક્ટરને લગભગ ૧૫૦ કરોડ રૂપિયા ચૂકવ્યા હતા

‘કલ્કિ 2898 AD’માં કમલ હાસન

‘કલ્કિ 2898 AD’માં કમલ હાસન


સાઉથના સુપરસ્ટાર કમલ હાસને પોતાની લાંબી કરીઅરમાં અનેક યાદગાર ફિલ્મોમાં કામ કર્યું છે. તે ૭૦ વર્ષની ઉંમરે પણ લીડ રોલ કરી રહ્યો છે. કમલ હાસનની છેલ્લી મોટી ફિલ્મ ‘કલ્કિ 2898 AD’ હતી. આ ફિલ્મમાં તેની સાથે પ્રભાસ અને અમિતાભ બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મમાં કમલ હાસનનો સ્ક્રીન-ટાઇમ ઓછો હોવા છતાં તેના પાત્રનો પ્રભાવ ખૂબ મજબૂત હતો. ફિલ્મના અંતમાં જ સંકેત મળ્યો હતો કે સીક્વલમાં તેનું પાત્ર વધુ ખતરનાક જોવા મળશે.

‘કલ્કિ 2898 AD’માં કમલ હાસનની ફી વિશે તાજેતરમાં ફિલ્મમેકરે દાવો કર્યો હતો કે તેને આ ફિલ્મમાં માત્ર ૨૦ દિવસ કામ કરવા બદલ લગભગ ૧૫૦ કરોડ રૂપિયા મળ્યા હતા. જોકે પછી પ્રોડ્યુસર અશ્વિની દત્તાએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે આ રકમ ૨૦ નહીં પરંતુ માત્ર ૧૦ દિવસના કામ માટે આપવામાં આવી હતી. જો આ આંકડા પ્રમાણે જોઈએ તો કમલ હાસનની ગણતરી ભારતના સૌથી વધુ ફી લેનારા ઍક્ટર તરીકે કરવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

09 March, 2026 12:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK