Karan Johar fears leak of WhatsApp Group Chats: કરણ જોહર ટ્રેટર શો હોસ્ટ કરી રહ્યો છે. કોફી વિથ કરણમાં, કરણના મિત્રોએ તેના વોટ્સએપ ગ્રુપનો ઘણી વખત ઉલ્લેખ કર્યો છે. કરણ જોહર એક કાર્યક્રમમાં હાજર હતો, ત્યારે લોકોએ ફરીથી તેની ચેટ્સનો ઉલ્લેખ કર્યો.
કરણ જોહર ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)
કરણ જોહર ટ્રેટર શો હોસ્ટ કરી રહ્યો છે. તેના શો કોફી વિથ કરણમાં, કરણના મિત્રોએ તેના વોટ્સએપ ગ્રુપનો ઘણી વખત ઉલ્લેખ કર્યો છે. હવે જ્યારે કરણ જોહર એક કાર્યક્રમમાં હાજર હતો, ત્યારે લોકોએ ફરીથી તેની ચેટ્સનો ઉલ્લેખ કર્યો. કરણે જવાબ આપ્યો કે જો લોકોને ખબર પડશે કે તે ગ્રુપમાં એકબીજા સાથે શું ચેટ કરે છે, તો તેણે ભારત છોડીને ભાગી જવું પડશે.
કરણને ડર છે કે ચેટ્સ લીક થઈ જશે
મોજો સ્ટોરીના એક શોમાં કરણ જોહર બરખા દત્ત સાથે વાત કરી રહ્યો હતો. પ્રેક્ષકોમાંથી કોઈએ કહ્યું કે કરણ જોહર બૉલિવૂડના સૌથી રોમાંચક વોટ્સએપ ગ્રુપનો સભ્ય છે. કરણને પૂછવામાં આવ્યું કે શું તે ક્યારેય તે ગ્રુપમાં થતી વાતચીત પર ફિલ્મ બનાવવા અથવા પુસ્તક લખવા માગશે? કરણ પહેલા તો ચોંકી ગયો, પછી તેણે જવાબ આપ્યો, `જો કોઈને મારા અને મારા ફિલ્મ બિરાદરીના ગ્રુપના ચેટ્સ લીક થશે, તો મારે લંડન ભાગી જવું પડશે. હું મારા શહેરમાં પણ નહીં રહી શકું`
ADVERTISEMENT
અમે વોટ્સએપ પર આ બાબતો વિશે વાત કરીએ છીએ
કરણે આગળ કહ્યું, `કારણ કે હું તમને કહી દઉં કે, આ વાતચીતો ખૂબ જ સ્પષ્ટ, પ્રામાણિક અને ક્યારેક વર્તમાન પરિસ્થિતિનું ગપસપભર્યું વિશ્લેષણ છે. અમે ફેશન વિવેચક છીએ, અમે ફિલ્મ વિવેચક છીએ. અમે તે ગ્રુપમાં દરેક વસ્તુની ટીકા કરીએ છીએ. દરેક વ્યક્તિનો કોઈને કોઈ અભિપ્રાય હોય છે અને અમરમાંથી કોઈપણ ગમે ત્યારે પોતાનો અભિપ્રાય ત્યાં મૂકી શકે છે.`
બૉલીવૂડના ટોચના કલાકારોનું લિસ્ટ બનાવવામાં આવે તો એમાં રણબીર કપૂર અને રણવીર સિંહ બન્નેનો સમાવેશ કરવો પડે. આ બન્ને શાનદાર ઍક્ટર્સ છે અને આ બન્ને વચ્ચેની કડી છે દીપિકા પાદુકોણ. રણબીરની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ દીપિકા આજે રણવીરની પત્ની છે. સોશિયલ મીડિયા પર લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે કે કૅમેરાની સામે ભલે રણબીર અને રણવીર એકબીજા સાથે મિત્રતાપૂર્ણ વર્તન કરે, પરંતુ વાસ્તવમાં બન્નેના સંબંધોમાં કડવાશ છે. એવું પણ કહેવાયું છે કે બન્ને વચ્ચે અહંકારની લડાઈ છે. જો કે હાલમાં ફિલ્મમેકર કરણ જોહરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે રણબીર અને રણવીર વચ્ચે રિયલ લાઇફમાં કેવા સંબંધો છે.
કરણ જોહર હકીકતમાં રણબીર કપૂર અને રણવીર સિંહ બન્નેની બહુ નજીક છે અને એટલે તેમની વચ્ચેના સંબંધોને સારી રીતે સમજે છે. કરણ જોહરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે ‘તેઓ બન્ને એકબીજાને ખૂબ સારી રીતે સમજે છે. તેમનામાં કોઈ અહંકાર નથી. વાસ્તવમાં રણબીર અને રણવીર વચ્ચે સારી અને પાકી દોસ્તી છે. બન્ને એકબીજાના સંપર્કમાં રહે છે એટલું જ નહીં, એકબીજાની ફિલ્મો વિશે ફીડબૅક પણ આપે છે. મને યાદ છે કે ‘અય દિલ હૈ મુશ્કિલ’ જોયા પછી રણવીર મારા ઘરે આવ્યો હતો અને તેણે મને એના વિશે પોતાનો અભિપ્રાય જણાવ્યો હતો. આ અદ્ભુત હતું. આ પછી રણબીરે ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ પર ફીડબૅક આપ્યો. હું નિયમિત રીતે રણબીર અને રણવીર સાથે સમય પસાર કરું છું, શૉપિંગ કરું છું અને લાગણીઓ શૅર કરું છું.’

