શાહિદ અને કરીનાની રિલેશનશિપની શરૂઆત ફિલ્મ ‘ફિદા’ના સેટ પર થઈ હતી. ૨૦૦૪માં આવેલી આ ફિલ્મમાં બન્નેએ સાથે કામ કર્યું હતું. સમય જતાં તેમનો પ્રેમ વધુ ગાઢ બનતો ગયો. બન્નેનો પ્રેમ કોઈનાથી છુપાયેલો નહોતો.
કરીના અને શાહિદ
ભૂતપૂર્વ પ્રેમીઓ કરીના કપૂર ખાન અને શાહિદ કપૂર હાલમાં ઇન્ટરનૅશનલ ઇન્ડિયન ફિલ્મ ઍકૅડેમી (IIFA) અવૉર્ડ્સની પ્રેસ-કૉન્ફરન્સમાં જોવા મળ્યાં હતાં. આ સમયે તેમણે એકબીજાને હગ કર્યુ હતું અને તેમની કેમિસ્ટ્રી ઊડીને આંખે વળગતી હતી. તેમની વચ્ચેનો તાલમેલ જોઈને ફરી એક વખત તેમનું બ્રેક-અપ શું કામ થયું એ મુદ્દાની ચર્ચા થવા લાગી છે.
શાહિદ અને કરીનાની રિલેશનશિપની શરૂઆત ફિલ્મ ‘ફિદા’ના સેટ પર થઈ હતી. ૨૦૦૪માં આવેલી આ ફિલ્મમાં બન્નેએ સાથે કામ કર્યું હતું. સમય જતાં તેમનો પ્રેમ વધુ ગાઢ બનતો ગયો. બન્નેનો પ્રેમ કોઈનાથી છુપાયેલો નહોતો. તેમણે વર્ષ ૨૦૦૭માં આવેલી ફિલ્મ ‘જબ વી મેટ’માં પણ સાથે કામ કર્યું હતું પણ આ ફિલ્મ અડધી બની હતી ત્યારે જ તેમનું બ્રેક-અપ થઈ ગયું હતું. આ પછી ‘ટશન’ના શૂટિંગ વખતે કરીના અને સૈફ અલી ખાનની રિલેશનશિપ શરૂ થઈ હતી.
ADVERTISEMENT
શાહિદ અને કરીનાએ ક્યારેય પોતાના બ્રેક-અપ વિશે ખૂલીને વાત કરી નહોતી. તેમના સંબંધો તૂટવાનું ચોક્કસ કારણ પણ ક્યારેય સામે આવ્યું નહોતું. જોકે ૨૦૨૦માં અનુપમા ચોપડાને આપેલા એક ઇન્ટરવ્યુમાં કરીનાએ કહ્યું હતું કે ‘નસીબની કેટલીક અલગ યોજનાઓ હોય છે. જીવન ભાગ્ય પ્રમાણે જ આગળ વધે છે. ‘જબ વી મેટ’ના શૂટિંગથી લઈને ‘ટશન’ સુધી એવી ઘણી ઘટનાઓ બની જેના પછી અમે અમારા રસ્તા અલગ કરી લીધા હતા.’
